- અરબ સાગરમાં ચક્રવાત આવવાની શક્યતા
- લો પ્રેશરના કારણે ચક્રવાત આવી શકે છે
- ભેજના કારણે હવામાનમાં ફેરફાર થશે: અંબાલાલ
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદ બાબતે આગાહી કરી છે. જેમાં જણાવ્યું છે કે અરબ સાગરમાં ચક્રવાત આવવાની શક્યતા છે. તથા લો પ્રેશરના કારણે ચક્રવાત આવી શકે છે. ભેજના કારણે હવામાનમાં ફેરફાર થશે તેમ પણ અંબાલાલ પટેલે જણાવ્યું છે.
દરિયા કિનારે પવન સાથે વરસાદ આવશે
ગુજરાત સુધી ચક્રવાત પહોંચતા ગતિ ધીમી પડશે. તથા દરિયા કિનારે પવન સાથે વરસાદ આવશે. તેમજ 1થી 5 જૂન સુધી રાજ્યમાં વરસાદ પડશે. તથા વાવાઝોડાની વધારે અસર થાય તો ચોમાસું પાછળ જશે. 8થી 11 જૂન વાવાઝોડાના કારણે પવન ફૂંકાશે. તેમાં અરબ સાગરમાં ચક્રવાત આવવાની શક્યતા છે. લો-પ્રેશરના કારણે ચક્રવાત આવી શકે છે. તેના ભેજના કારણે હવામાનમાં ફેરફાર થશે. તેમજ લો-પ્રેશર થવાના કારણે હવાનું દબાણ થાય એટલે દરિયા કિનારે પવન સાથે વરસાદ આવશે.
ગુજરાત સુધી પહોચતા ચક્રવાતની ગતી ધીમી થશે
ગુજરાત સુધી પહોચતા ચક્રવાતની ગતી ધીમી થશે. રોહીણી નક્ષત્રમા વરસાદ થશે. તેમાં 1 જુનથી 5 જુન સુધી રાજ્યમા અલગ અલગ જગ્યાઓ પર વરસાદ થશે. વાવાઝોડાની વધારે અસર થાય તો ચોમાસુ પાછુ જવાની આગાહી છે. તેમજ 8-9-10-11 જુન દરમિયાન વાવાઝોડાના કારણે ભારે પવન ફુંકાશે.