- 22 જૂન સુધી ગુજરાતમાં ચોમાસુ બેસી જશે
- વાવાઝોડાની અસર થતા ચોમાસુ આગળ વધશે
- 19 અને 20 જૂને પ્રિ-મોન્સૂનનો વરસાદ પડશે
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 22 જૂન સુધી ગુજરાતમાં ચોમાસુ બેસી જશે. જેમાં વાવાઝોડાની અસર થતા ચોમાસુ આગળ વધશે. તેમજ વધુમાં અંબાલાલે જણાવ્યું છે કે કેરળ કાંઠેથી ચોમાસુ ગતિ પકડશે. જેમાં કરાચીથી બંગાળ સુધીનો માર્ગ અનુકૂળ જોવા મળશે.
19 અને 20 જૂને પ્રિ-મોન્સૂનનો વરસાદ પડશે
19 અને 20 જૂને પ્રિ-મોન્સૂનનો વરસાદ પડશે. તથા રાજ્યમાં 25 જુલાઈ સુધી સારો વરસાદ રહેશે. અને રાજ્યમાં ચોમાસાનો પ્રથમ તબક્કો સારો રહેશે. તેમ ચોમાસા અંગે અંબાલાલ પટેલે આગાહી કરી છે. વાવાઝોડાની અસર ઓછી થતાની સાથે જ ચોમાસુ આગળ વધશે. તથા કેરળ કાંઠેથી ચોમાસુ ગતી પકડશે અને વાદળો આગળ વધશે. જેમાં કરાચીથી બંગાળ સુધી નો માર્ગ અનુકૂળ જોવા મળશે. અને 19 અને 20 જૂને પ્રિ-મોનસુનનો વરસાદ પડશે.
રાજ્યમાં 25 જુલાઈ સુધી સારો વરસાદ રહેશે
22 જૂન સુધી ગુજરાતમાં ચોમાસુ બેસી જશે. તેમજ રાજ્યમાં 25 જુલાઈ સુધી સારો વરસાદ રહેશે. ત્યારે રાજ્યમાં ચોમાસાનો પ્રથમ તબક્કો સારો રહશે. તથા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે બિપોરજોય વાવાઝોડા મામલે કહ્યું છે કે વાવાઝોડાના કારણે ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે. તથા વાવાઝોડુ ઓમાન તરફ ફંટાયું છતાં વરસાદ પડશે. તથા પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ભારે પવન સાથે વરસાદ પડશે. જેમાં 9 થી 12 જૂન સુધી વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ પડી શકે છે. પવનની ગતિ 70 કિમી પ્રતિકલાકની રહી શકે છે. અને મધ્ય ગુજરાત સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં વરસાદ પડશે. તથા 12 થી 15 જૂન સુધી મધ્ય ગુજરાતમાં વરસાદની સંભાવના અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે.