- અદાણી CNGના ભાવમાં 80 પૈસાનો વધારો
- અમદાવાદમાં CNGનો ભાવ રૂ. 74.29 હતો
- અદાણી CNGનો નવો ભાવ 75.9એ પહોંચ્યો
અદાણી CNG ગેસના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. જેમાં અદાણી CNGના ભાવમાં 80 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. તથા અમદાવાદમાં CNGના ભાવમાં 80 પૈસાનો વધારો થતાં અદાણી CNGનો નવો ભાવ 75.9એ પહોંચ્યો છે.
અત્યાર સુધી અમદાવાદમાં CNGનો ભાવ રૂ. 74.29 હતો
ગેસના ભાવ નિર્ધારણ મુદ્દે ભારત સરકારના નિર્ણય બાદ અદાણી ગેસ દ્વારા CNG અને PNGના ભાવમાં જંગી ઘટાડો કરાયાના બે માસ બાદ અદાણી ગેસ દ્વારા CNGના ભાવમાં 80 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. અત્યાર સુધી અમદાવાદમાં CNGનો ભાવ રૂ. 74.29 હતો, જે હવે વધીને રૂ. 75.09 થયો છે. બે માસ પહેલાં અમદાવાદમાં CNGના ભાવમાં રૂ. 6.05નો ઘટાડો થયો હતો.
અદાણી દ્વારા CNGના ભાવમાં ફરી વધારો કરવાની જાહેરાત કરી
કેન્દ્ર સરકારની નવી નીતિને ધ્યાનમાં રાખતા 8 એપ્રિલ, 2023ના રોજ અદાણી ગ્રુપ ટોટલ ગેસ લિમિટેડે CNG અને PNGના ભાવમાં ઘટાડો કર્યો હતો. અદાણી ગ્રુપ દ્વારા તે વખતે ગુજરાતમાં સરેરાશ રૂ. 6થી 7 આસપાસ ઘટાડો કર્યો હતો. અમદાવાદમાં CNGનો ભાવ તે વખતે રૂ.80.34 હતો. જેમાં અદાણી ગ્રુપ દ્વારા રૂ. 6.05નો ઘટાડો કરવામાં આવતા અમદાવાદમાં CNGનો ભાવ રૂ. 74.29 પર પહોંચ્યો છે. આ નિર્ણયથી અમદાવાદમાં 2 લાખ કરતા વધુ રિક્ષાચાલકો ખુશ થયા હતા. જોકે, CNGના ભાવમાં થયેલા ઘટાડા બાદ બે માસ સુધી ભાવમાં કોઈ ફેરફાર આવ્યો ન હતો. જોકે, આજે અદાણી દ્વારા CNGના ભાવમાં ફરી વધારો કરવાની જાહેરાત કરી છે.