- ગણેશ પાર્ક પાસે ભૂવો પડતા સ્થાનિકોમાં ભય
- મનપાની કામગીરીને લઇ સ્થાનિકોમાં રોષ
- તંત્ર દ્વારા બેરિકેડ લગાવાની કામગીરી હાથ ધરી
વરસાદ પડે તે પહેલા જ અમદાવાદમાં ભૂવા પડવાનું શરૂ થઇ ગયું છે. શહેરમાં એક ભૂવો પુરવાની કામગીરી હજુ પુરી થઇ ન હોય ત્યાં બીજો ભૂવો પડી જતો હોય છે. તેવામાં શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા ઓઢવના અંબિકાનગરના ગણેશ ચોક પાસે વિશાળકાય ભૂવો પડ્યો હતો. ગણેશ ચોક પાસે નજીક ભૂવો પડ્તા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. અનેક વાર રોડ-રસ્તાની કામગીરીને લઇ સ્થાનિકો મનપાને રજૂઆત કરતા હોય છે. તેવામાં આ રસ્તા વચ્ચે ભૂવો પડ્તા તંત્રની કામગીરીને લઇ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
મનપાની કામગીરીને લઇ સ્થાનિકોમાં રોષ
અમદાવાદમાં વગર વરસાદે ભૂવા પડવાની સમસ્યા હજુ પણ જોવા મળી રહી છે. શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા ઓઢવના અંબિકાનગરના ગણેશ ચોક નજીક ભૂવો પડ્યો હતો. ભૂવો પડતા સ્થાનિકોમાં ભય ફેલાયો છે. 10 દિવસ પહેલાં જ નવા તૈયાર કરવામાં આવેલા માર્ગ પર જ ભૂવો પડતા અનેક ચર્ચાઓએ જોર પક્ડયુ છે. પૂર્વ અમદાવાદમાં હાલમાં દરેક વિસ્તારમાં ભૂવાના મરામતની કામગીરી ચાલી રહી છે. રખિયાલ, ઓઢવ, વિરાટનગર, નરોડા, ખોખરા, અમરાઇવાડી, હાથીજણ સહિતના વિસ્તારોમાં ખોદકામ, મરામત અનેડાયવર્ઝન દરેક રોડ પર જોવા મળી રહ્યા છે. તેવામાં રસ્તા પર ભૂવો પડવો હવે સામાન્ય બાબાત મનપાને લાગી રહી છે. તંત્રની કામગીરીને લઇ એનેક સવાલો સ્થાનિકો કરી રહ્યા છે.
તંત્ર દ્વારા બેરિકેડ લગાવાની કામગીરી હાથ ધરી
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, રવિવારે પડેલાં વરસાદના સમયે કેનાલમાં તંત્રે વરસાદી પાણી છોડતાં જ આ જ વિસ્તારમાં કેનાલમાંથી ગંદુ કાળુ પાણી ફરી વળ્યા હતા. તે સમયે પણ સ્થાનિકોમાં રોગચાળાનો ભય ફેલાયો હતો. હવે ભૂવો પડવાથી અન્ય જગ્યા બીજા ભૂવા ન પડે તેનો ભય ફેલાયો છે. આ અંગે તંત્રને જાણ થતા બેરિકેડ લગાવાની કામગીરી હાથ ધરાઈ હતી.