- ખોખરા, હાટકેશ્વર, અમરાઇવાડીમાં ભરાયા પાણી
- ખોખરા રૂક્ષ્મણી હોસ્પિટલ પાસેનો માર્ગ પણ પાણીમાં ગરકાવ
- હાઉસીંગ બોર્ડના મકાનોના ઓટલા સુધી પાણી
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં થોડાક વરસાદમાં પાણી જ પાણી થયુ છે. જેમાં તંત્રના પાપે લોકોને હાલાકી પડી રહી છે. તેમજ સામાન્ય વરસાદને લઈ ઢીચણસમા પાણી ભરાયા છે. તેમાં ખોખરા, હાટકેશ્વર, અમરાઇવાડી, સરસપુર,અમદૂપુરા, બોમ્બે હાઉસિંગ, CTM,જામફળવાડી, પુનિતનગર, વટવામાં પાણી ભરયા છે.
રૂક્ષ્મણી હોસ્પિટલ પાસેનો માર્ગ પણ પાણીમાં ગરકાવ
ખોખરા રૂક્ષ્મણી હોસ્પિટલ પાસેનો માર્ગ પણ પાણીમાં ગરકાવ થયો છે. પૂર્વ અમદાવાદમાં વરસાદ વરસતા જ ઠેર ઠેર પાણી ભરાયા છે. ખોખરા, હાટકેશ્વર, અમરાઇવાડી, સિટીએમ, જામફળવાડી, પુનિતનગર, વટવા, જશોદાનગર સહિતના વિસ્તારો સામાન્ય વરસાદમાં જ પાણી પાણી થયા છે. તેમજ ખોખરા ગુજરાત હાઉસીંગ બોર્ડના મકાનોના ઓટલા સુધી પાણી ફરી વળ્યા છે. સાથે જ હાટકેશ્વર સર્કલ પાસે પણ પાણી ભરાયા છે.
કરોડો રૂપિયાના ખર્ચે કરેલ પ્રિ-મોનસૂનની કામગીરી પાણીમાં
ખોખરા રૂક્ષ્મણી હોસ્પિટલ પાસેનો માર્ગ પણ પાણીમાં ગરકાવ થતા હોસ્પિટલ આવનારા દર્દીઓની મુશ્કેલીઓ વધી છે. જામફળવાળીના વિવિધ માર્ગો પર પાણી ભરાયા છે. તથા જશોદાનગર, પુનિતનગર રેલવે ફાટક પાસે પણ પાણી ભરાતા લોકોને મુશ્કેલીઓ ઉભી થઇ રહી છે. જેમાં તંત્રની કરોડો રૂપિયાના ખર્ચે કરેલ પ્રિ-મોનસૂનની કામગીરી પાણીમાં ગઇ છે.