- વસવેલીયા-વનથળ ગામ વચ્ચે રિક્ષાનો અકસ્માત
- ખાનગી હોસ્પિટલમાં 5 લોકો સારવાર હેઠળ
- પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી
રાજ્યમાં અકસ્માતની ઘટના દિવસેને દિવસે વધી રહી છે. જેમાં અમદાવાદના વિરમગામ પંથકમા બે CNG રિક્ષા વચ્ચે અકસ્માતની ઘટના સામે આવી છે. બે રિક્ષા વચ્ચેના અકસ્માતમાં 1 વ્યક્તિનું ઘટનાસ્થળે મોત થયું છે. જ્યારે અન્ય 5 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે. ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા
ઘટનામાં 1નું મોત અન્ય 5 લોકો ઇજાગ્રસ્ત
મળતી માહિતી મુજબ અમદાવાદના વિરમગામ તાલુકાના વસવેલીયા અને વનથળ ગામ વચ્ચે 2 CNG રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત થયાની ઘટના સામે આવી છે. વસવેલીયા અને વનથળ ગામ વચ્ચે રિક્ષાઓ સામ સામે અથડાઇ હતી. રિક્ષા સામ સામે અથડાતા રિક્ષાનો કચરઘાણ નીકળી ગયો હતો. અકસ્માતની ઘટનામાં 1 વ્યક્તિનું ઘટનાસ્થળે મોત નીપજ્યું છે. જ્યારે રિક્ષામાં સવાર અન્ય 5 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે. સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે દોડીઆવી હતી. અકસ્માતની ઘટનામાં ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે વિરમગામની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે.