- મુંબઈ કરતાં રૂ. 70 હજાર વધુ ચૂકવવા મુદ્દે અરજી
- વધારાના ભાડાની રકમ પરત કરવાની પણ માગ
- હજયાત્રીઓને વધુ ભાડુ ચુકવવુ પડે છે
અમદાવાદથી હજ માટે જનારા હજયાત્રીઓને વધુ ભાડુ ચુકવવુ પડે છે, તે પ્રકારના હજ કમિટીના નિર્ણય સામે થયેલી અરજીમાં હાઈકોર્ટે હજ કમિટી, માઈનોરિટી મિનિસ્ટ્રી સહિતના પક્ષકારોને નોટિસ પાઠવી છે. આ કેસની વધુ સુનાવણી જૂન માસમાં હાથ ધરાશે.
સુનાવણી દરમિયાન, અરજદારના વકીલની રજૂઆત હતી કે પહેલા દેશભરમાં તમામ જગ્યાએથી હજયાત્રીઓ પાસેથી એકસરખું જ ભાડુ વસૂલાતુ હતુ. જો કે, હવે દેશના અલગ-અલગ એરપોર્ટ પરથી હજ માટે જવાના ભાડા અલગ અલગ દરમાં વસૂલવામાં આવે છે. અમદાવાદ અને મુંબઇથી મુસાફ્રી કરનાર હજયાત્રીઓના ભાડામાં રૂ.70 હજારનો તફવત આવી રહ્યો છે. જેના કારણે ભાડાને લઇ એકસૂત્રતતા કે એકસમાનતા જળવાતી નથી. ભાડાની આ વિસંગતતાને લઇ હજયાત્રીઓમાં ભારે અસંતોષ છે. ભૂતકાળમાં હજયાત્રીઓને હજ માટે 2100 રિયાલ અપાતા હતા, જો કે, આ વર્ષથી તે બંધ કરાયું છે. અરજદારની માગ છે કે હાજીઓ પાસેથી ઉઘરાવાયેલી વધુ રકમ તેમને પરત આપવામાં આવે.