- ગ્રાહકોની જાણ બહાર બીજુ સીમકાર્ડ વેચતા 2 ઝડપાયા
- ગ્રાહકોની જાણ બહાર દસ્તાવેજોનો કરાતો હતો ઉપયોગ
- ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધી બેની ધરપકડ કરી
અમદાવાદમાં નવા પ્રકારની છેતરપિંડીનો કેસ સામે આવ્યો છે. જેમાં સીમકાર્ડ વેચવાનું કૌંભાડ સામે આવ્યું છે. જેમાં ગ્રાહકોની જાણ બહાર બીજુ સીમકાર્ડ વેચતા 2 ઝડપાયા છે. તેમાં ગ્રાહકોની જાણ બહાર દસ્તાવેજોનો ઉપયોગ કરાતો હતો. જેમાં 500 રૂપિયાના ભાવે સીમકાર્ડ વેચતા હતા.
ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધી બેની ધરપકડ કરી
ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધી બેની ધરપકડ કરી છે. તેમજ અન્ય એક ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે. ગ્રાહકોની જાણ બહાર દસ્તાવેજોનો ઉપયોગ કરી સીમકાર્ડ વેચવાનું કૌંભાડ સામે આવ્યુ છે. 500 રૂપિયાના ભાવે સીમકાર્ડ વેચતા હતા. ગ્રાહકોની જાણ બહાર બીજુ સીમકાર્ડ વેચતા 2 ઝડપાયા હતા. તેમાં ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધી બેની ધરપકડ કરી છે. ત્યારે અન્ય એક ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે.
અગાઉ પણ આ પ્રકારનું કૌંભાડ સામે આવ્યું
અગાઉ પણ આ પ્રકારનું કૌંભાડ સામે આવ્યું હતુ. જેમાં મોબાઈલના સીમકાર્ડ ખરીદવા માટે આવતાં ગ્રાહકોની જાણ બહાર તેમની જગ્યાએ દુકાનના કર્મચારીનો ફોટોનો ઉપયોગ કરીને કસ્ટમર એપ્લિકેશન ફોર્મ ભરીને ઠગાઈ કરવાના કેસમાં બોડકદેવ, મણિનગર અને આસ્ટોડીયા વિસ્તારમાંથી સીમકાર્ડ સ્ટોરના સંચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી. મોબાઈલ સીમ કાર્ડ ખરીદતાં ગ્રાહકોના ડોક્યુમેન્ટનો ઉપયોગ કરીને અન્ય ગ્રાહકોને સીમકાર્ડ વેચવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. SOG ક્રાઇમે છેતરપિંડીની 3 ફરિયાદ નોંધી હતી. એજન્ટ દ્વારા દુકાનના કર્મચારીના જ ફોટાનો ઉપયોગ કરીને બીજા ગ્રાહકનું સીમકાર્ડ એક્ટિવેટ કરીને આર્થિક ફાયદો મેળવવા ઠગાઈ કરતા હતાં.