- અમદાવાદમાં યોજાશે બાગેશ્વરનો દિવ્ય દરબાર
- દરબાર પહેલા જ બાબાએ આયોજકને આપી ભેટ
- આયોજક પુરષોત્તમ શર્માને આપી હનુમાનજીની ગદા
અમદાવાદમાં દિવ્ય દરબાર પહેલા જ બાબા બાગેશ્વરે આયોજકને ગદા ભેટ આપી છે. જેમાં આયોજક પુરષોત્તમ શર્માને હનુમાનજીની ગદા આપવામાં આવી છે. અમદાવાદમાં બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાશે.
આયોજક પુરુષોત્તમ શર્માને હનુમાનજીની ગદા ભેટ આપી
બાબાએ આયોજક પુરુષોત્તમ શર્માને હનુમાનજીની ગદા ભેટ આપી છે. જેમાં ગદા બાબાને સૌથી પ્રિય છે તે ભેટ અયોજકને આપી છે. અમદાવાદમાં આગામી 29 અને 30 એ બે દિવસ દિવ્ય દરબાર યોજોવાનો છે. જેને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. અમદાવાદના ચાણકયપુરીમાં દિવ્ય દરબારનું આયોજન થવાનું છે. આયોજકોએ આ દિવ્ય દરબારમાં એન્ટ્રી માટે પાસ રાખવાનું આયોજન કર્યું છે. અમદાવાદનો દિવ્ય દરબાર નિર્વિઘ્ન પૂર્ણ થાય તે માટે આયોજક ને બાબાએ ગદા આપી છે. સમિતિના લોકો પોલીસ વચ્ચે બેઠક થયા બાદ કેટલા પાસ આપવાના તે નક્કી કરવામાં આવશે.
130×130 ફૂટ પહોળાઈ ધરાવતો સ્ટેજ બનાવવામાં આવ્યું
બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી માટે બનાવવામાં આવ્યો જર્મન ડોમ બનાવવામાં આવ્યો છે. 130×130 ફૂટ પહોળાઈ ધરાવતો સ્ટેજ બનાવવામાં આવ્યું છે. આઠ ફૂટ ઊંચાઈ ધરાવતો સ્ટેજ તૈયાર છે. અહીં સાધુ સંતોની સાથે ધીરેન્દ્ર શાસ્ત્રી બિરાજશે. દૂરથી પણ ભક્તો દર્શન કરી શકે તે રીતે સ્ટેજ તૈયાર કરવામાં આવ્યું છે.