- બિન આરોગ્યપ્રદ ખોરાક વેચતા એકમો સામે કાર્યવાહી
- 62 હોટેલ, રેસ્ટોરન્ટ, ખાણી પીણીના એકમોમાં ચેકીંગ
- 20 એકમો પાસેથી રૂપિયા1.14 લાખનો દંડ વસૂલાયો
અમદાવાદ પાલિકાના ફૂડ વિભાગની મોટી કાર્યવાહી સામે આવી છે. જેમાં બિન આરોગ્યપ્રદ ખોરાક વેચતા એકમો સામે કાર્યવાહી કરવામાં આવી છે. તેમાં 62 હોટેલ, રેસ્ટોરન્ટ, ખાણી પીણીના એકમોમાં ચેકીંગ કરવામાં આવી છે.
બિનઆરોગ્યપ્રદ ખાદ્ય સામગ્રી મળી આવતા 11 એકમોને સીલ કરાયા
બિનઆરોગ્યપ્રદ ખાદ્ય સામગ્રી મળી આવતા 11 એકમોને સીલ કરાયા છે. તેમજ 20 એકમો પાસેથી રૂપિયા 1.14 લાખનો દંડ વસૂલાયો છે. અચાનક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો ફૂડ વિભાગ સક્રિય થઇ ગયો છે. જેમાં બિન આરોગ્યપ્રદ ખોરાક વેચતા એકમો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે 62 હોટેલ, રેસ્ટોરન્ટ અને ખાણીપીણીની જગ્યાઓએ ચેકીંગ કર્યું છે.
બિનઆરોગ્યપ્રદ ખાદ્ય સામગ્રી મળી આવતા 11 એકમોને સીલ કરાયા
બિનઆરોગ્યપ્રદ ખાદ્ય સામગ્રી મળી આવતા 11 એકમોને સીલ કરાયા છે. તાજેતરમાં જ અમદાવાદ પાલિકાના ફૂડ વિભાગે મોટી કાર્યવાહી કરી હતી. જેમાં 13 રેસ્ટોરન્ટ અને ખાવા પીવાની દુકાનો સીલ કરાઈ હતી. તેમજ સબ સ્ટાન્ડર્ડ ખોરાક અને પીવા લાયક પાણીનો અભાવ જોવા મળ્યો હતા. જેમાં જય ભવાની છોલે ભટુરે, કર્ણાવતી દાબેલી સીલ કરાઈ હતી.
ન્યુ રાયપુર ભજીયા હાઉસ, ઇટલિયોઝ પીઝા પણ સીલ કરાઈ
ન્યુ રાયપુર ભજીયા હાઉસ, ઇટલિયોઝ પીઝા પણ સીલ કરાઈ છે. AMCના ફુડ વિભાગ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં હોટલો, રેસ્ટોરેન્ટ, ખાણી પીણીનું વેચાણ કરાતા એકમો પર દરોડા પાડતાં બિનઆરોગ્યપ્રદ ખાદ્યસામગ્રી, ગંદકી, બળેલા તેલનું વધુ પ્રમાણ, શુદ્ધ પીવા લાયક પાણીનો અભાવ, સબ સ્ટાન્ડર્ડ ખોરાક મળી આવતાં 13 એકમ સીલ કર્યા છે અને 486 કિલો બિનઆરોગ્યપ્રદ જથ્થાનો નાશ કર્યો છે.
રૂ.10,000નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો
તેમજ રૂ.10,000નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. ન્યૂ રાયપુર ભજિયા હાઉસ, કર્ણાવતી દાબેલી, ઈટાલીયોઝ પીઝા, રાજેશ અને નાગર દાળવાડા, જય ભવાની છોલે ભટુરે, ક્રિશ્ના ફૂડ સેન્ટર, વગેરે સહિત 13 એકમોને સીલ કરાયા છે. તાજેતરમાં એક જાગૃત નાગરિકે CCRSમાં કરેલી ફરિયાદને પગલે આલ્ફા વન મોલમાં આઉટલેટને સીલ કરવાની ફરજ પડી હતી ત્યાં સુધી ‘કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલા’ AMCના ફૂડ વિભાગના અધિકારીઓ ‘સફાળા જાગ્યા’ છે અને વિવિધ વિસ્તારોમાં ચેકિંગની કાર્યવાહી હાથ ધરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. AMCના ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ દરમિયાન ગંદકી, બિન આરોગ્યપ્રદ ખાદ્ય સામગ્રી, શુદ્ધ પાણીનો અભાવ, વગેરે જોવા મળતાં હોટલ, રેસ્ટોરેન્ટ અને ખાણી પીણી એકમો સામે પગલાં લેવાની કાર્યવાહી ચાલી રહી હતી તે વેળા રાજકીય નેતાઓ અને સ્થાનિક કોર્પોરેટરોએ ફોન કરી અને ભલામણ કરી હોવાનું જાણવા મળે છે.
ભલામણોને ધ્યાન પર લેવાઈ ન હતી અને સીલિંગની કાર્યવાહી કરવામાં આવી
જોકે, કેટલીક જગ્યાએ આ ભલામણોને ધ્યાન પર લેવાઈ ન હતી અને સીલિંગની કાર્યવાહી કરવામાં આવી હતી. ન્યુ રાયપુર ભજીયા હાઉસ, સારંગપુર દરવાજા, રાજેશ દાળવડા અને નાગર દાળવડા, હાટકેશ્વર સર્કલ, ઈટાલીયોઝ પીઝા, લો ગાર્ડન, જય ભવાની છોલે ભટુરે, નવરંગપુરા, આશાપુરા ભોજનાલય, બાપુનગર, અંબિકા ભાજીપાંઉ, સરસપુર, અર્બુદા ચવાણા એન્ડ સ્વીટ માર્ટ, નારોલ સર્કલ ઓફ્સિ પાછળ, આંબેશ્વર ચવાણા એન્ડ સ્વીટ માર્ટ નારોલ કોર્ટ પાસે, ક્રિષ્ના ફૂડ સેન્ટર વિશ્વકર્મા મંદિર, ચાંદલોડિયા, આશાપુરા ભોજનાલય કારગિલ પેટ્રોલ પંપ, બાલાજી ચાઈનીઝ ફૂડ અને કર્ણાવતી દાબેલી સરખેજ ગામ.