- GMDC કન્વેન્શન હોલમાં યોજાઈ શકે છે કાર્યક્રમ
- નિશ્ચિત સંખ્યા સાથે કાર્યક્રમ યોજવા તૈયારી શરૂ
- અગાઉ દિવ્ય દરબાર રદ કરી દેવામાં આવ્યો હતો
ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. જેમાં GMDC કન્વેન્શન હોલમાં કાર્યક્રમ યોજાઈ શકે છે. તથા નિશ્ચિત સંખ્યા સાથે કાર્યક્રમ યોજાઈ શકે છે. તેમાં ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત થશે.
નવો કાર્યક્રમ GMDC કન્વેન્શન હોલ ખાતે
બાબા બાગેશ્વરના નવો કાર્યક્રમ GMDC કન્વેન્શન હોલ ખાતે યોજાઈ શકે છે. જેની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. તથા નિશ્ચિત સંખ્યા સાથે કાર્યક્રમ યોજાઈ શકે છે. તેમજ બાબાના દર્શન માટેનો કાર્યક્રમ જાહેર કરાશે તેવી સૂત્રો દ્વારા માહિતી મળી છે. બાબા બાગેશ્વર તરીકે ઓળખાતા ધીરેન્દ્ર શાસ્ત્રી મહારાજનો અમદાવાદમાં 29મી અને 30મી મેના રોજ દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓગણજ ખાતે પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવના મેદાનમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ રવિવારે સાંજે પડેલા ભારે વરસાદના કારણે પાણી ભરાઈ ગયું છે અને માટી બેસી ગઈ છે તેમજ કોઈપણ પ્રકારની તૈયારી થઈ શકી નથી. એના કારણે દિવ્ય દરબારનું આયોજન રદ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.
બે દિવસનો દિવ્ય દરબાર રદ કરી દેવામાં આવ્યો
બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો અમદાવાદમાં 29 અને 30 મે એમ બે દિવસનો દિવ્ય દરબાર રદ કરી દેવામાં આવ્યો છે. ભારે વરસાદને પગલે આ કાર્યક્રમ રદ કરાયો છે. રાધિકા સેવા સમિતિ દ્વારા ઓગણજ ખાતે આવેલા મેદાનમાં દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ ભારે વરસાદ પડતાં હવે આ દિવ્ય દરબારને રદ કરવામાં આવ્યો છે. જેમાં બાબા બાગેશ્વરના નવો કાર્યક્રમ GMDC કન્વેન્શન હોલ ખાતે યોજાઈ શકે છે. તેમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. તથા નિશ્ચિત સંખ્યા સાથે કાર્યક્રમ યોજાઈ શકે છે. બાબાના દર્શન માટેનો કાર્યક્રમ જાહેર કરવામાં આવશે.