- રથયાત્રા પહેલા રચાયેલા ષડયંત્રનો પર્દાફાશ
- એક પિસ્તોલ અને 4 જીવતા કારતૂસ ઝડપાયા
- સલમાન ખાનની ધરપકડ, રજ્જો નામનો આરોપી ફરાર
અમદાવાદમાં 146મી રથયાત્રાની તડામાર તૈયારી કરવામાં આવી રહી છે. રથયાત્રાને માત્ર 28 દિવસ જ બાકી છે, તેવામાં નાથની રથયાત્રા પહેલા જ ક્રાઇમ બ્રાન્ચે એક પિસ્તોલ અને 4 જીવતા કારતૂસ સાથે એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. અન્ય એક આરોપી ફરાર છે. ક્રાઇમ બ્રાંચની ટીમ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
ભગવાનની રથયાત્રાને લઇ રચાયુ ષડયંત્ર
અમદાવાદમાં નવા રથ તૈયાર કરવામાં આવી રહ્યો છે. નાથ જ્યારે નગરચર્યાએ નીકળે તેના રૂટને લઇને પણ તૈયારી કરવામાં આવી રહી છે તેવામાં નાથની રથયાત્રા પહેલા જ શંકાસ્પદ વ્યક્તિ ક્રાઇમ બ્રાંચના ચંગુલમાં આવી ગયો છે. રથયાત્રા નીકળે તે પહેલા જ ક્રાઇમ બ્રાંચે સલમાન ખાન નામના આરોપીની ઘરપકડ કરવામાં આવી છે. આ આરોપી પાસેથી એક પિસ્તોલ અને 4 જીવતા કારતૂસ ઝડપાયા છે. જોકે આ હથિયારો ક્યાથી આવ્યા? અને શું પ્લાન ઘડવામાં આવી રહ્યો છે, જેને લઇ ક્રાઇમ બ્રાંચ પૂછપરછ કરી રહી છે. સમગ્ર ઘટનામાં અન્ય એક રજ્જો નામનો આરોપી ફરાર છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
અગાઉ પણ ત્રણ બાંગ્લાદેશી શખ્સો ઝડપાયા
અગાઇ પણ રથયાત્રા પહેલા અમદાવાદમાં ગુજરાત ATSએ ત્રણ બાંગ્લાદેશી યુવકોની નારોલમાંથી અટકાયત કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ ભગવાનના રથયાત્રામાં હુમલો કરવાનું ષડયંત્ર રચાઇ રહ્યુ છે. જેવી માહિતી મળતા ગુજરાત ATSએ બાંગ્લાદેશ અને પાકિસ્તાનનું કનેક્શનાના આધારે કાર્યવાહી હાથ ધરી છે.
ભગવાન પહેલા રથ નીકળશે નગરચર્યાએ
રથયાત્રાને માત્ર 28 દિવસ બાકી છે ત્યારે તમામ તૈયારીઓનું નિરિક્ષણ કરવામાં આવી રહ્યું છે. અષાઢી બીજના દિવસે જગન્નાથપુરીની સાથે અમદાવાદમાં પણ રથયાત્રા નીકળે છે. આ વખતે 146મી રથયાત્રાનું મુખ્ય આકર્ષણ ભગવાનના રથ હોય છે. જોકે દર વર્ષે પુરીમાં ભગવાનના રથનું નિર્માણ થતું હોય છે. પરંતુ 72 વર્ષ બાદ અમદાવાદના રથનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.
ખાસ નોંધનીય બાબત છેકે, મંદિરની પરંપરા પ્રમાણે નવા રથની સાઈઝ છે. રથ નિર્માણ માટે સાગ અને સીસમના લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ લાકડું વધઈથી મંગાવવામાં આવ્યું છે. ભગવાનના નવા રથ 80 વર્ષ સુધી ચાલે તેવા બનાવવામાં આવશે. રથ બનાવવામાં અંદાજી ચાર મહિના જેટલો સમય લાગશે. 5 કારીગર દ્વારા રથનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.
જૂના રથ કરતા નવા રથની શું છે વિશેષતા
જૂના રથ કરતા નવા રથમાં થોડો ફેરફાર કર્યા છે. નવા રથ એકવાર બન્યા પછી 80 વર્ષ સુધી ચાલે તે પ્રમાણે મજબૂતાઈથી બનાવવામાં આવી રહ્યા છે. ત્રણે રથની થીમમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જેમાં પ્રથમ રથની ડિઝાઇન દેવી-દેવતાઓની મૂર્તિઓ અને સુદર્શન ચક્રની થીમ પર બનશે. બીજા રથ સુભદ્રાજીના લાલ અને પીળા રંગ સાથે નવ દુર્ગાની થીમ પર બનાવવામાં આવશે ત્રીજા બળભદ્રજીના રથને ચાર અશ્વની થીમ પર બનાવવામાં આવશે. જુના રથ કરતા નવા બનનારા ત્રણેય રથ નજીવા ફેરફાર કરાયા છે અને રચનામાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.