- આજે ધીરેન્દ્ર શાસ્ત્રી અમદાવાદમાં દિવ્ય દરબાર યોજશે
- વટવા શ્રીરામ ગ્રાઉન્ડ પર દિવ્ય દરબારનું આયોજન
- વરસાદને કારણે સોમવારે દિવ્ય દરબાર રદ કરાયો હતો
બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાત પ્રવાસે છે. જેમાં આજે ધીરેન્દ્ર શાસ્ત્રી અમદાવાદમાં દિવ્ય દરબાર યોજશે. ત્યારે વટવા શ્રીરામ ગ્રાઉન્ડ પર દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વરસાદને કારણે સોમવારે દિવ્ય દરબાર રદ કરાયો હતો.
આજે પણ અમદાવાદમાં વરસાદની આગાહી
આજે પણ અમદાવાદમાં વરસાદની આગાહી છે. જેમાં અમદાવાદ શહેરના વાતાવારણમાં અચાનક પલટો આવ્યો છે. તથા ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબાર સ્થળે વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. તેમાં વટવાના શ્રી રામ મેદાનમાં વરસાદી માહોલ છવાયો છે. કમોસમી વરસાદની આગાહી વચ્ચે દિવ્ય દરબારમાં જોડાવવા બિહાર, રાજસ્થાન, મહારાષ્ટ્રના શ્રદ્ધાળુઓ ઉમટ્યા છે. તેમજ બાગેશ્વર બાબાના દિવ્ય દરબાર પહેલા જ આસ્થાળુઓ સ્થળ પર પહોંચ્યા છે.
કમોસમી વરસાદની આગાહી વચ્ચે દિવ્ય દરબાર
બિહાર, રાજસ્થાન,મહારાષ્ટ્ર સહિતથી આસ્થાળુઓ અમદાવાદ આવી પહોંચ્યા છે. જેમાં કમોસમી વરસાદની આગાહી વચ્ચે દિવ્ય દરબાર યોજાશે. તેમાં વટવાના શ્રી રામ મેદાનમાં વરસાદી માહોલ વચ્ચે દરબારની તૈયારીઓ થઇ રહી છે. ધીરેન્દ્ર શાસ્ત્રીના ગુજરાત પ્રવાસનો છઠ્ઠો દિવસ છે. જેમાં ધીરેન્દ્ર શાસ્ત્રી 3 વાગે હિંમતનગર જવા રવાના થશે. સાંજે 5 વાગે બાબા અમદાવાદ પરત ફરશે. તથા સાંજે 6 થી 8 સુધી વટવામાં બાબાનો દિવ્ય દરબાર યોજાશે. તેમજ ધીરેન્દ્ર શાસ્ત્રી આવતીકાલે સોમનાથ જશે. આવતીકાલે એરપોર્ટથી 8.30 એ સોમનાથ જવા રવાના થશે. સોમનાથથી બાબા રાજકોટ યજમાનના ઘરે વિશ્રામ કરશે. વિશ્રામ બાદ રાજકોટમાં બાબાનો દિવ્ય દરબાર ભરાશે.