- શહેરમાં વાવાઝોડા સાથે પડેલ તોફાની વરસાદ આવ્યો
- મંગળ પુરુષોત્તમની ચાલી પાસે વૃક્ષ ધરાશાયી થયુ હતુ
- મનોજ ધનજીભાઈ મકવાણા નામના વ્યક્તિનું મોત
અમદાવાદ શહેરમાં વાવાઝોડા સાથે પડેલ તોફાની વરસાદે વ્યક્તિનો ભોગ લીધો છે. જેમાં મંગળ પુરુષોત્તમની ચાલી પાસે વૃક્ષ નીચે દબાઈ જતાં વ્યક્તિનું મોત થયુ છે. તેમાં મનોજ ધનજીભાઈ મકવાણા નામના વ્યક્તિનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
વાવાઝોડા સાથે વરસાદમાં એકનું મોત થયુ
અમદાવાદમાં વાવાઝોડા સાથે વરસાદમાં એકનું મોત થયુ છે. તેમાં મંગળ પુરુષોત્તમની ચાલી પાસે વાવાઝોડાના કારણે વૃક્ષ ધરાશાયી થયુ હતુ. જેમાં વૃક્ષ નીચે દબાઈ જતા એકનું મોત થયુ છે. અમદાવાદ ગ્રામ્યમાં વાવાઝોડા સાથે વરસાદ થયો હતો . અમદાવાદ શહેર અને તેની આસપાસ જયારે મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા હતા ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો.
અનેક જગ્યાએ ઝાડ પડી જવાની ઘટના સામે આવી
અનેક જગ્યાએ ઝાડ પડી જવાની ઘટના સામે આવી હતી. બાવળા ચાંગોદર વિસ્તારમાં કાળા ડીબાંગ વાદળ છવાતાની સાથે જોરદાર વાવાઝોડુ ફુંકાયું હતું અને રસ્તા પરના મકાનોનો અને હોટેલના છાપરાં અને બોર્ડ ઉડ્યા હતા. તેમજ હવામાન વિભાગે આગામી ચાર દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. શહેરમાં સાંજે ભારે પવન સાથે વરસાદ વરસતા શહેરમાં પશ્ચિમ ઝોનમાં 9 જેટલા વૃક્ષો ઉત્તર પશ્ચિમ ઝોનમાં 5, મધ્યમાં 1 આમ ટોટલ 15 જેટલા ઝાડ પડવાની ઘટના સામે આવી છે. ઝાડ પડતાં જ અનેક વાહનોને નુકસાન પણ થયું હતું.
એક વિસ્તારમાં મોટો ખાડો પડ્યો
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સારી ગુણવત્તાવાળા રોડ બનાવવામાં આવી રહ્યા હોય તેવા દાવા કરવામાં આવતા હોય છે. જોકે, એક વિસ્તારમાં મોટો ખાડો પડ્યો હતો. જેની અંદર આખી કાર ખાબકી હતી.