- IPL ફાઈનલ મેચમાં વરસાદ વિઘ્ન
- સેટલાઈટ, વસ્ત્રાપુર, એસ.જી હાઈવે વિસ્તારમાં વરસાદ
- બોપલ, ઘુમા સહિત પશ્વિમના અનેક વિસ્તારમાં વરસાદ
IPL-2023 ની ફાઈનલમાં એક તરફ વરસાદ વિઘ્ન ઊભું કરી રહ્યું છે ત્યારે અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારમાં બીજા દિવસે પણ વરસાદ વરસ્યો છે. અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે. જેમાં સેટલાઈટ, વસ્ત્રાપુર, એસ.જી હાઈવે વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે. આ ઉપરાંત બોપલ, ઘુમા સહિત પશ્વિમ શહેરના અનેક વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો છે.
હવામાન વિભાગે આગાહી કરી હતી કે, સોમવારે પણ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદ વરસશે, આગાહી મુજબ ગુજરાતના અનેક જિલ્લામાં આજે મોડી સાંજે વરસાદ વરસ્યો છે. અમદાવાદના વિવિધ વિસ્તારમાં હળવો વરસાદ વરસ્યો છે. અમદાવાદ એસપી રીંગ રોડ પર વરસાદ ની શરૂઆત થઈ છે.
આ તરફ સૌરાષ્ટ્રના પણ કેટલાંક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. જેમાં બોટાદ, ભાવનગર, ગોંડલમાં ભારે પવન સાથે ધૂળની ડમરી સાથે વરસાદી માહોલ જોવા મળ્યો છે. જેના કારણે વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે.
તેમજ રાજ્યમાં આગામી કલાકોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના હવામાન વિભાગએ વેધર બુલેટિન જાહેર કર્યુ છે. જેમાં ઘણાં વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરી છે. જેમાં અમદાવાદ ,મહેસાણા ,પાટણ સાબરકાંઠા ,બનાસકાંઠા વરસાદની આગાહી કરી છે. તો સૌરાષ્ટ્રના જામનગર,મોરબી,ભાવનગર, કચ્છ, બોટાદ સહિત ભારે વરસાદની આગાહી કરી છે.