Thursday, December 26, 2024

REGISTRATION NUMBER.: RNI - GUJGUJ/2009/30934

અમદાવાદમાં હવે બેઝમેન્ટ પાર્કિંગ જાણે દારૂના અડ્ડા બની ગયા

  • દારૂના વ્યસનિયો માટે પાર્કિંગ સ્ટેન્ડ દારૂ લેવા નવું સરનામું
  • પાર્કિંગ સ્ટેન્ડમાં ચાલતા દારૂના અડ્ડાનો પર્દાફાશ કર્યો
  • આ મામલે પોલીસે 2 આરોપીની ધરપકડ કરી લીધી

અમદાવાદમાં હવે બેઝમેન્ટ પાર્કિંગ જાણે દારૂના અડ્ડા બની ગયા છે. દારૂના વ્યસનિયો માટે પાર્કિંગ સ્ટેન્ડ દારૂ લેવા નવું સરનામું બની ગયા છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે રથયાત્રા પહેલા ફરી એકવાર પાર્કિંગ સ્ટેન્ડમાં ચાલતા દારૂના અડ્ડાનો પર્દાફાશ કર્યો છે.

પોલીસે 2 આરોપીની ધરપકડ કરી લીધી

આ મામલે પોલીસે 2 આરોપીની ધરપકડ કરી લીધી છે. જ્યારે અન્ય એક ગુનામાં દારૂ લઈને જતી એક કારનો ફિલ્મી ઢબે ક્રાઇબ્રાન્ચની ટીમે પીછો કર્યો. જેમાં એક આરોપી કૂદીને ફરાર થઈ ગયો હતો. જોકે અન્ય એક આરોપીની કાર સાથે ધરપકડ કરી છે. અમદાવાદ શહેરમાં દારૂના બુટલેગરો બેફામ બન્યા છે અને દારૂની ડિલિવરી માટે અવનવા કીમિયા અજમાવી રહ્યા છે. ત્યારે અમદાવાદ શહેરમાં હવે બુટલેગરોએ સરકારી જગ્યા પર જ દારૂનો અડ્ડો જમાવ્યો છે.

771 દારૂની બોટલ સહિત કુલ 6,57,000 નો મુદ્દામાલ જપ્ત

અમદાવાદ શહેરના રાણીપ એસટી બસ સ્ટેન્ડના પાર્કિંગના બેઝમેન્ટના લેવલ 2 માંથી દારૂ ભરેલી બે કાર સાથે બે આરોપીની ધરપકડ કરી છે. જેમાં 97 હજારની કિંમતની 771 દારૂની બોટલ સહિત કુલ 6,57,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે પોલીસ અંકિત પરમાર અને કેસરસિંહ રાજપૂત નામના આરોપીની ધરપકડ કરી છે. આરોપી અંકિત પરમાર વિરુદ્ધ શહેરના વિવિધ પોલીસ સ્ટેશનમાં 10 જેટલા ગુનાઓનો થઈ ચૂક્યા છે. જ્યારે બોપલ પોલીસ સ્ટેશનમાં તે વોન્ટેડ આરોપી છે. આરોપી અંકિત રાજસ્થાનથી આ દારૂ લાવ્યો હતો જેનું વેચાણ પણ એસટી બસ સ્ટેન્ડના પાર્કિંગમાંથી જ કરતો.

ક્રાઈમ બ્રાન્ચની અન્ય ટીમ દ્વારા દારૂ ભરેલ કાર ફિલ્મી ઢબે ઝડપી

બીજી તરફ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની અન્ય ટીમ દ્વારા દારૂ ભરેલ કાર ફિલ્મી ઢબે ઝડપી પાડી છે. ક્રાઈમ બ્રાન્ચ ની ટીમલી બાજરી મળી હતી કે દારૂ ભરેલ એક કાર ચાંદખેડા વિસ્તારમાં પ્રવેશી છે. જેનો પોલીસે પીછો કર્યો હતો. ચાંદખેડાથી લઈને સુભાષ બ્રિજ, ડફનાળા, શાહીબાગ સુધી અડધો કલાક સમય જેટલો તેનો પીછો કર્યો હતો. જે દરમિયાન એક આરોપી ગાડીમાંથી કૂદીને ભાગી છૂટવામાં સફળ થયો હતો.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,906FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles