- દુબઈથી આવ્યા હોવાનું કહી કરી રહ્યા છે ઠગાઈ
- કોઈ વસ્તુ બનાવી વશમાં કરીને કરે છે છેતરપિંડી
- મણિપુરમાં વેપારીને ડોલર બતાવી વશમાં કરાયો
અમદાવાદ હિપનોટાઈઝ કરી છેતરપિંડી થયાની બે ઘટનાઓ સામે આવી છે. જેમાં બોપલમાં ઘટના બની છે. દુબઈથી આવ્યા હોવાનું કહી દંપતિ ઠગાઈ કરી રહ્યું છે. કોઈ વસ્તુ બનાવી વશમાં કરી છેતરપિંડી કરવામાં આવી રહી છે.
વેપારી આલમમાં ચકચાર મચી
હિપનોટાઈઝની બે ઘટનાઓ સામે આવતા વેપારી આલમમાં ચકચાર મચી છે. મણિપુરમાં વેપારીને ડોલર બતાવી વશમાં કરાયો હતો. જેમાં દંપતી NRIની ઓળખ આપી ડોલર બતાવાનું કહે છે. તથા વેપારીના ગલ્લામાંથી રૂપિયા 23 હજારની ચોરી કરી છે. જેમાં સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થયા છે. અમદાવાદના બોપલમાં છેતરપિંડીની ઘટના સામે આવી છે. તેમાં એક દંપતિ દુબઈથી આવ્યા હોવાનુ કહી છેતરપિંડી કરી રહ્યું છે. કોઈ વસ્તુ બતાવીને વશમાં કરી છેતરપિંડી કરવામાં આવી હોય તેવા 2 બનાવો સામે આવ્યા છે.
મણિપુર ગામમાં વેપારીઓ સાથે ઠગાઇ
મણિપુર ગામમાં વેપારીઓ સાથે ઠગાઇ કરવાની ઘટના સામે આવતા ચકચાર મચી છે. જેમાં એક પુરુષ, મહિલા અને બાળકી NRI બની દુકાનોમાં આવે છે. તેમજ વેપારીને ડોલર બતાવવાના બહાને હિપનોટાઈઝ કરે છે. તથા વેપારીના ગલ્લામાંથી 23 હજાર રૂપિયાની પણ ચોરી કરે છે. જેમાં સમગ્ર મામલો સીસીટીવીમાં કેદ થતા પોલીસ પણ તપાસમાં લાગી ગઇ છે.