- કોરોના પછી સેપ્ટિકેઈમિયા સેકન્ડરીની અસરમાં વધારો : તાજેતરમાં થયેલા અભ્યાસનું તારણ
- સંબંધીઓમાં ધૂમ્રપાન, દારૂનું સેવન, કૌટુંબિક ઈતિહાસ
- આનુવંશિક પરિબળો અને બેઠાડુ જીવન જવાબદાર કોરાના ઇફેક્ટ
તાજેતરમાં એક અભ્યાસ કરાયો હતો કે જેમાં બ્લડ શુગર અને બ્લડ પ્રેશર જેવી બાબતોની તપાસ કરાયેલી અને શહેરમાં કાર્ડિયોવેસ્ક્યુલર રોગ ( સીવીડી)ના દર્દીઓના સંબંધીઓની ધુમ્રપાન અને મદીરા સેવનની આદતો વિશે સવાલ કરાયેલા. જેમાં, જાણવા મળ્યું છે કે છેલ્લા 10 વર્ષમાં 20 ટકા લોકોમાં સીવીડીનુ ઉંચુ જોખમ જોવા મળ્યું છે.
જનરલ ક્યુરિયસમાં પ્રકાશિત થયેલ ક્કપ્રિવેલન્સ ઓફ્ ટ્રેડિશનલ રિસ્ક ફેક્ટર્સ ઈન ર્ફ્સ્ટ ઈન ર્ફ્સ્ટ-ડિગ્રી રિલેટિવ્ઝ ઓફ્ પેશન્ટ્સ વિથ એસ્ટાબ્લિશ્ડ કાર્ડિયોવાસ્ક્યુલર ડિસીઝક્ર સંશોધન પેપરના લેખકોમાં બીજે મેડિકલ કોલેજના ઈન્ટરનલ મેડિસિન વિભાગના બે સંશોધકો સહિત જીએમઈઆરએસ મેડિકલ કોલેજ, જીએસસી મેડિકલ કોલેજ અને ગુજરાત યુનિવર્સિટીના અન્ય સંશોધનકર્તાઓનો સમાવેશ થાય છે. સંશોધકોના મતે, શહેરના 372 સીવીડી દર્દીઓના સંબંધીઓની તપાસ કરાયેલી.
આ સંશોધન પેપર લખનારમાંથી એક કાર્ડિયોલોજિસ્ટના મતે, અભ્યાસનુ તારણ સ્પષ્ટ છે કે નજીકનાં સંબંધીઓને સીવીડી થવાનુ જોખમ વધારે છે. આ બાબતનુ તારણ કાઢવા જ આ અભ્યાસ થયેલો છે અને તે જીવનશૈલી અને લિંગ જેવા પરિબળો પર આધારિત છે. લગભગ 80 ટકા એવા લોકો છે, જેમાં 10 ટકાથી પણ ઓછુ જોખમ છે. જ્યારે 20 ટકા લોકો એવા છે, જેમનામાં મધ્યમથી લઈ ખૂબ જ ઉંચુ જોખમ જોવા મળી રહ્યું છે. આ લોકોમાં હાઈ બ્લડ પ્રેશરનુ પ્રમાણ 52 ટકાથી લઈને 100 ટકા હતુ, જ્યારે, ડાયાબિટીસનુ પ્રમાણ મધ્યમથી લઈને ભારે જોખમ 37 ટકાથી વધુ હતુ. આ લોકોમાં ધુમ્રપાન અને દારૂના સેવનનુ પ્રમાણ ઓછુ જોવા મળ્યું છે.
સંશોધકોના મતે, બ્લડ શુગર અને બ્લડ પ્રેશરને અંકુશિત કરી શકાય છે. જવાબ આપનારોમાંથી 46 ટકા અથવા અડધાથી વધુ લોકોએ કહ્યું છે કે તેમની દરરોજની પ્રવૃત્તિઓ મર્યાદિત છે અથવા તો તેમનુ બેઠાડુ જીવન છે.
કાર્ડિયાક સર્જનના મતે, વર્ષોથી સારવાર માટે આવતા સીવીડી દર્દીઓના સંબંધીઓમાં આ પ્રમાણ વધ્યું છે. હૃદયરોગ સંબંધિત આ સમસ્યા વધવા પાછળનુ કારણ એ છે કે તેમના કૌટુંબિક ઈતિહાસ અથવા જેને આપણે આનુવંશિક પરિબળો કહીએ છીએ તે જવાબદાર છે. લોકોને હંમેશા કહીએ છીએ કે જો તેમના પરિવારમાં હૃદયરોગનો કોઈ દર્દી હોય તો તેમણે પણ બ્લડશુગર, બ્લડપ્રેશર અને જીવનશૈલી મુદ્દે કાળજી રાખવી જોઈએ.
યુએન મેહતા ઈન્સ્ટિટયુટ ઓફ્ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરના એસોસિએટ પ્રોફેસરના મતે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન ( ડબલ્યુએચઓ) અને ઈન્ટરનેશનલ સોસાયટી ઓફ્ હાઈપરટેન્શન( આઈએસએચ) જે તારણો છે તે દર્દીઓ અને સામાન્ય લોકો માટે ચેતવણી સમાન છે.