- અમરાઈવાડી અને SG હાઈવે પર હિટ એન્ડ રન
- વાડજ ચાર રસ્તા પાસે રીક્ષા ચાલકે અડફેટે લેતા એકનું મોત
- SG હાઈવે પર હિટ એન્ડ રનમાં માતા-દીકરીનું મોત
અમદાવાદમાં 3 હિટ એન્ડ રનના બનાવો બન્યા છે. જેમાં 3 હિટ એન્ડ રનની ઘટનામાં 4ના મોત થયા છે. તેમાં વાડજ અને SG હાઈવે પર તથા અમરાઈવાડી BRTS ટ્રેકમાં માતા-પુત્રી સાથે હિટ એન્ડ રનની ઘટના બની છે.
3 હિટ એન્ડ રનની ઘટનામાં 4ના મોત
હિટ એન્ડ રનમાં નર્સ માતાનું મોત થયુ છે. તથા પુત્રી ઈજાગ્રસ્ત થઇ છે. જેમાં SG હાઈવે પર હિટ એન્ડ રનમાં માતા-દીકરીનું મોત થયુ છે. તેમાં રોડ ક્રોસ કરી રહેલા માતા-દીકરીને કારે અડફેટે લીધા હતા. બંને ઘટનામાં અકસ્માત સર્જી કારચાલક ફરાર થયો છે. વાડજ ચાર રસ્તા પાસે રીક્ષા ચાલકે અડફેટે લેતા એકનું મોત થયુ છે. તેમાં અમરાઈવાડી અને SG હાઈવે પર હિટ એન્ડ રનમાં અમરાઈવાડી BRTS ટ્રેકમાં માતા-પુત્રી સાથે અકસ્માત થયો છે.
અમરાઈવાડી BRTS ટ્રેકમાં માતા-પુત્રી સાથે હિટ એન્ડ રન
અમદાવાદ શહેરમાં અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. શહેર પોલીસ કમિશનરે SG હાઈવે પર વાહનોની ગતિ મર્યાદા નિયંત્રિત કરી છે. છતાં બેફામ ઝડપે વાહનો દોડતા હોય છે. તેના લીધે અકસ્માત સર્જાય છે. ત્યારે અમદાવાદમાં છેલ્લા 48 કલાકમાં 3 હિટ એન્ડ રનની ઘટના બની છે. અમદાવાદના SG હાઈવે પર કાર ચાલકે માતા અને દીકરીને અડફેટે લઈ ફરાર થઈ ગયો હતો, આ દુર્ઘટનામાં માતા અને દીકરીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
ફૂલ સ્પીડમાં આવી રહેલી કારે બંનેને અડફેટે લીધા
સમગ્ર મામલે વિગતવાર વાત કરીએ તો અમદાવાદના આનંદનગર વિસ્તારમાં રહેતા કાળબેન વઢવાણા અને તેમની દીકરી કોકીબેન સોલંકી એસ.જી હાઈવે પર આવેલા YMCA ક્લબની સામે રોડ ક્રોસ કરી રહ્યા હતા. આ વેળાએ ફૂલ સ્પીડમાં આવી રહેલી કારે બંનેને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં માતા-દીકરીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. તો કારચાલક અકસ્માત સર્જીને ફરાર થઈ ગયો હતો. આ બનાવને પગલે એસ.જી હાઈવે પર લોકોના ટોળે-ટોળા એકઠા થઈ ગયા હતા. જેના કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. આ અંગેની જાણ થતાં જ પોલીસની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો.