- પેસેન્જર પાસેથી પૈસા પડાવતા રીક્ષા ચાલકની ધરપકડ
- બળજબરીપૂર્વક પૈસા પડાવતો વીડિયો વાયરલ
- રીક્ષા ચાલક અરબર મુમતાજ હુસેનની ધરપકડ કરાઇ
અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસની કાર્યવાહી સામે આવી છે. જેમાં પેસેન્જર પાસેથી પૈસા પડાવતા રીક્ષા ચાલકની ધરપકડ કરવામાં આવી છે. તેમજ બળજબરીપૂર્વક પૈસા પડાવતો વીડિયો વાયરલ થયો છે. તેમાં રીક્ષા ચાલક અરબર મુમતાજ હુસેનની ધરપકડ કરવામાં આવી છે.
પેસેન્જર પાસેથી પૈસા પડાવતા રીક્ષા ચાલકની ધરપકડ
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ વીડિયોને લઈને શહેર ટ્રાફિક પોલીસની કાર્યવાહી સામે આવી છે. જેમાં બળજબરીપૂર્વક પ્રવાસી પાસે પૈસા પડાવતા રીક્ષા ચાલકની અટકાયત કરાઈ છે. રીક્ષા ચાલક સામે ફરિયાદ નોંધી રિક્ષા ડીટેઇન કરવામાં આવી છે. તેમજ પેસેન્જર પાસેથી બળજબરીથી રૂપિયા પડાવતો વીડિયો વાયરલ થયો હતો. વીડિયોમાં પેસેન્જરને માર મારતો હોવાનુ પણ જોવા મળ્યું હતું.
બળજબરીપૂર્વક પૈસા પડાવતો વીડિયો વાયરલ
વીડિયોમાં જોવા મળી રહેલ પૈસા પડાવતા રિક્ષા ચાલક અકબર મુમતાજ હુસેનની ટ્રાફિક પોલીસે ધરપકડ કરી છે. રીક્ષા ચાલકનું ડ્રાઇવીંગ લાઇસન્સ તેમજ પરમીટ રદ કરવા ભલામણ કરાઇ છે.