- કોર્પોરેશનની ગંભીર બેદરકારી સામે આવી
- વાળીનાથ ચોક પાસે પડ્યો મસમોટો ભુવો
- ફતેવાડી વિસ્તારમાં પડેલા ભુવામાં કાર ગરકાવ થઇ હતી
અમદાવાદ ભુવાબાદ બન્યું છે. જેમાં કોર્પોરેશનની ગંભીર બેદરકારી સામે આવી છે. તેમાં વાળીનાથ ચોક પાસે મસમોટો ભુવો પડ્યો છે. તેથી રિંગ રોડ પર ભુવો પડતા ટ્રાફિક જામ સર્જાયો છે. તેમજ AMC પ્રિ-મોન્સુન કામગીરી પર સવાલ ઉઠ્યા છે.
ભુવામાં કાર ગરકાવ જુઓ: https://sandesh.com/gujarat/in-ahmedabad-the-whole-car-was-destroyed
તાજેતરમાં અમદાવાદના ફતેવાડી વિસ્તારમાં પડેલા ભુવામાં કાર ગરકાવ થવાના CCTV વીડિયો સામે આવ્યો હતા. ફાયરની ટીમે ભુવામાંથી કાર બહાર કાઢી હતી. સામાન્ય વરસાદમાં મસમોટો ભુવો પડતા સ્થાનિકોમાં ભય ફેલાયો છે. ચોમાસામાં તંત્ર યોગ્ય કામગીરી કરે તેવી સ્થાનિકોની માગ છે. જો કે ભુવો પડવાની ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. તેમજ આ જ સ્થળ પર અગાઉ એક વર્ષ પહેલાં પણ ભુવો પડી ચૂક્યો છે. અગાઉ પડેલા ભુવામાં એકટીવા ચાલક ગરકાવ થયો હતો. અગાઉની ઘટનામાં ફાયર બ્રિગેડની મદદથી એકટીવા ચાલકને બચાવી લેવાયો હતો. જ્યારે એકટીવા હજુ પણ લાપતા છે.
ભુવો પડવા અને કાર ગરકાવ થવાના cctv ફૂટેજ આવ્યા
જ્યારે આ ઘટનામાં કારને બહાર કાઢી લેવામાં આવી છે. ભુવો પડવા અને કાર ગરકાવ થવાના cctv ફૂટેજ આવ્યા સામે છે. ભુવાના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ છે. તેમજ ફરી વાર ભુવો પડે કે રસ્તો બેસી જાય તેનો સતાવી રહ્યો છે. એક વર્ષ પહેલાં ગટર લાઈનનું કામ કરાયુ હતું. જ્યારે મુખ્ય ડ્રેનેજ લાઇનમાં એક વર્ષ પહેલાં ભુવો પડ્યો હતો. હાલમાં પડેલા ભુવામાં મુખ્ય ડ્રેનેજ લાઇન અને ગટર લાઈનમાં ભંગાણ પડ્યું હતું. જે સ્થળ પર ભુવો પડ્યો તે સ્થળ પાસે દુકાનોના વેપારીમાં ભયનો માહોલ છે.