- દરિયાપુરમાં મકાનની દિવાલ ધરાશાયી
- દિવાલ ધરાશાયી થઇ પણ સદનસીબે કોઈ જાનહાનિ નહિ.
- કેટલીક સોસાયટીઓમાં વરસાદને લીધે અંધારપટ છવાઈ ગયો
અમદાવાદ શહેરમાં ભારે વરસાદે તારાજી સર્જી છે. જેમાં દરિયાપુરમાં મકાનની દિવાલ ધરાશાઈ થઇ છે. તેમાં દરિયાપુર હનુમાન વાળી પોળમાં મકાનની દિવાલ ધરાશાઈ થઇ છે. સદનસીબે કોઈ જાનહાનિ થઇ નથી. અમદાવાદમાં ગત સાંજે વાવાઝોડા સાથે વરસાદ ખાબક્યો હતો.
શહેરમાં ઠેર-ઠેર વૃક્ષ ધરાશાયી થવાના બનાવ બન્યા
શહેરમાં ઠેર-ઠેર વૃક્ષ ધરાશાયી થવાના બનાવ બન્યા છે. જેમાં પવન સાથે વરસેલા વરસાદે તારાજી સર્જી છે. તેમાં વસ્ત્રાપુર, બોડકદેવ વિસ્તારમાં વૃક્ષ ધરાશાયી થયા છે. જેમાં વસ્ત્રાપુરમાં કાર ઉપર વૃક્ષ પડતા કારનો ભૂક્કો થયો હતો. તેમજ GMDC ગ્રાઉન્ડ ત્રણ ઈંચ વરસાદમાં પાણી-પાણી થયુ છે. તેમાં ગ્રાઉન્ડ તળાવ બની ગયુ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ગઈકાલે અમદાવાદમાં વાવાઝોડા સાથે પડેલા તોફાની વરસાદે તબાહી સર્જી છે.
શહેરમાં ઠેર ઠેર તબાહીના દ્ર્શ્યો સામે આવ્યા
શહેરમાં ઠેર ઠેર તબાહીના દ્ર્શ્યો સામે આવ્યા છે. જેમાં વસ્ત્રાપુર જીવાભાઈ ટાવરની બહાર વૃક્ષ ધરાશાઈ થયુ છે. કાર ઉપર વૃક્ષ ધરાશાઈ થતાં કારના કચ્ચરઘાણ બોલાયા છે. શહેરના ઉસ્માનપુરા, બોડકદેવ, સાયન્સ સીટી, ગોતા, ચાંદલોડિયા. જોધપુર, બોપલ, મક્તમપુરામાં સાડા ત્રણ ઈંચ અને સરખેજમાં ત્રણ ઈંચ વરસાદ વરસતા અનેક જગ્યાએ પાણી ભરાયા હતા. જ્યારે દાણાપીઠ, દુધેશ્વર અને મણિનગરમાં ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો.
કેટલીક સોસાયટીઓમાં વરસાદને લીધે અંધારપટ છવાઈ ગયો
ધોધમાર વરસાદને લીધે સાબરમતી નદી પરના વાસણા બેરેજના ચાર દરવાજા ખોલી છ હજાર ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યુ હતુ. જ્યારે શહેરના વેષ્ણોદેવીથી ઝૂંડાલ સર્કલ તરફ જતા અંડર બ્રિજમાં પાણી ભરાઈ જતા તેને બંધ કરવો પડ્યો હતો. અંડર બ્રિજ બંધ કરાતા બે કિલોમીટર સુધીના રસ્તામાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. તો મોટેરા સ્ટેડિયમની આસપાસની કેટલીક સોસાયટીઓમાં વરસાદને લીધે અંધારપટ છવાઈ ગયો હતો.