- દિલ્હી, મુંબઈ, જયપુર, સહિત શહેરોમાં 191 ઓફિસરની બઢતી, બદલીના ઓર્ડર
- ગુજરાતમાં CIT અપીલ અંગે 7 ઓફિસર્સને એડિશનલ ચાર્જ સોંપાયો
- CIT અપીલ અંગે 7 ઓફિસર્સને એડીશનલ ચાર્જ સોંપવામાં આવ્યો છે.
CBDT દ્વરા તાજેતરમાં ગુજરાતના નવા પ્રિન્સીપાલ CCIT તરીકે HBS ગિલની નિમણૂંક કરવામાં આવ્યા પછી ગુજરાતમાં I.T. કમિશનર સહિત અધિકારીઓના ટ્રાન્સફર- પોસ્ટિંગની કવાયત હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે કેન્દ્રીય નાણાં મંત્રાલયની સૂચનાને અનુસરીને સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (CBDT)એ, આવકવેરા કમિશનર સહિત જુદી જુદી કેડર અને ગ્રેડના 191 અધિકારીઓના પ્રમોશન અને ટ્રાન્સફરના ઓર્ડર કર્યા છે. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા સહિત ગુજરાતના 15 જેટલા કમિશનર સહિત અધિકારીઓના ટ્રાન્સફર, પોસ્ટિંગના ઓર્ડર કરવામાં આવ્યા છે તેમજ CIT અપીલ અંગે 7 ઓફિસર્સને એડીશનલ ચાર્જ સોંપવામાં આવ્યો છે.