- શહેરમાં ઠેર-ઠેર રસ્તાઓનું કામકાજ અધૂરું
- રસ્તા પર ખોદવામાં આવેલ ખાડા યથાવત
- હાથીજણ સર્કલ પર 4 મહિના ખોદેલો ખાડો પુરાયો નથી
અમદાવાદમાં AMCની પ્રી-મોનસુન કામગીરી ખોરવાયેલી જોવા મળી છે. જેમાં શહેરમાં ઠેર-ઠેર રસ્તાઓનું કામકાજ અધૂરું છે. તથા રસ્તા પર ખોદવામાં આવેલ ખાડા યથાવત છે. જેમાં 1 જૂન સુધી ખાડા પૂરી દેવાના આદેશની એસિતેસી કરવામાં આવી છે. જેમાં AMCની રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીનો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે.
હાથીજણ સર્કલ પર છેલ્લા 4 મહિના ખોદેલો ખાડો યથાવત
ઉલ્લેખનીય છે કે શહેરમા હાથીજણ સર્કલ પર છેલ્લા 4 મહિના ખોદેલો ખાડો યથાવત છે. જેમાં અધૂરી કામગીરીથી વાહનચાલકો પરેશાન છે. અમદાવાદમાં એક ઈંચ વરસાદમાં કોર્પોરેશનની પોલ ખુલી છે. જેમાં ભર ઉનાળે પડેલા વરસાદમાં પ્રીમોનસૂન કામગીરી ધોવાઈ ગઇ છે. તેમાં ફતેવાડી વિસ્તારમાં મસ મટો ભૂવો પડતા કાર ખાબકી છે. તથા સરસપુરમાં મહાકાય વૃક્ષ ધરાશાયી થતા એકનું મોત થયુ છે.
પ્રી-મોનસૂન કામગીરી ફક્ત કાગળ પર જોવા મળી
નજીવા વરસાદમાં અનેક વિસ્તાર પાણી પાણી થયા છે. તેમજ કરોડોના ખર્ચે થતી પ્રી-મોનસૂન કામગીરી ફક્ત કાગળ પર જોવા મળી છે. તથા અમદાવાદમાં ગઇકાલે કમોસમી વરસાદ પડ્યો હતો. તેમાં માંડ એક ઇંચ વરસાદમાં કોર્પોરેશનની કામગીરીની પોલખુલી છે. ભર ઉનાળે પડેલા વરસાદે AMCની પ્રી મોનસુ- કામગીરી ધોવાઈ છે. જેમાં ફતેવાડી વિસ્તારમાં મસ મોટો ભૂવો પડતા કાર ખાબકી છે. તથા સરસપુરમાં મહાકાય વૃક્ષ ધરાશાઈ થતાં એક વ્યક્તિનું મોત થયુ છે.