- સવારે 7થી રાત્રિના 1:30 વાગ્યા સુધી ટ્રેન દોડાવાશે
- અમદાવાદમાં આજે અને 28મેએ IPLની મેચ
- GMRCએ સ્પેશિયલ પેપર ટિકિટ બહાર પાડી
IPL મેચને લઈને મેટ્રો ટ્રેનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં સવારે 7થી રાત્રિના 1:30 વાગ્યા સુધી ટ્રેન દોડાવાશે. તેમાં અમદાવાદમાં આજે અને 28મેએ IPLની મેચ યોજાવાની છે. તેથી GMRCએ સ્પેશિયલ પેપર ટિકિટ બહાર પાડી છે. તેમાં ટિકિટનો દર વ્યક્તિ દીઠ રૂપિયા 25 નક્કી કરાયો છે.
GMRCએ સ્પેશિયલ પેપર ટિકિટ બહાર પાડી
મેટ્રોનો સમય સવારના 7 થી રાતના 1.30 કલાક સુધી કરવામાં આવશે. મુસાફરોનો ઘસારો ટાળવા પેપર ટિકિટ એડવાન્સમાં મેળવી શકાશે. ટ્રેનના નિયત સમય કરતાં પહેલાં મુસાફરો સ્ટેશન ઉપરથી પેપર ટિકિટ મેળવી શકશે. સ્પેશિયલ પેપર ટિકિટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જેની કિંમત 25 રૂપિયા રહેશે.
અમદાવાદમાં આજે અને 28મેએ IPLની મેચ
IPLની બીજી ક્વૉલિફાયર મુંબઇ અને ગુજરાત વચ્ચે અમદાવાદમાં રમાવાની છે. આ ઉપરાંત આઈપીએલની ફાઈનલ મેચ પણ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જ રમાવાની છે. ફાઇનલ મેચને લઈને અલગ અલગ પ્રશાસન દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. 26 અને 28 મેના રોજ રમાનારી મેચ મામલે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.