અમરેલીના હનુમાનપરામાં આવેલ ગોકુલ ગાર્ડનમાં પત્રકાર અને તેમના પત્ની પર તલવાર વડે હુમલો
અમરેલીનાં હનુમાન પરા વિસ્તારમાં ગોકુલ ગાર્ડનમાં આવારા તત્વો નો ત્રાસ થી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. પત્રકાર એકતા પરિષદના મહામંત્રી પંકજભાઈ મહેતા અને તેમના ધર્મપત્ની પર આવારા તત્વો દ્વારા તલવાર છરી અને અને પાઇપ વડે હુમલો કરાયો હતો. બનાવની વિગત જોઈએ તો ગઈ રાતે અસામાજિક તત્વો દ્વારા જાહેર સંપતિનું નુકસાન કરવામાં આવ્યું હતું.
આ અસામાજિક તત્વો દ્વારા સોસાયટીમાં જાહેર કેમેરાઓ હટાવવામાં આવ્યા હતા અને જાહેર સ્થળો પર આવેલા બાંકડાઓ અને અન્ય જાહેર સંપતિને પણ નુકસાન કરવામાં આવ્યું છે સોસાયટીમાં આ અંગે સોસાયટી ના રહીશો દ્વારા પોલીસમાં લેખિતમાં અરજી આપવા છતાં પોલીસ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. ત્યારબાદ આજે સાંજે આ ઘટનાનો ખાર રાખીને સિધ્ધરાજ વાળા અને તેના પિતા દ્વારા પત્રકાર દંપતી પર હુમલો કરાયો હતો. ગંભીર રીતે ઘાયલ પત્રકાર દંપતિને અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા આવતીકાલે ચૂંટણીના પરિણામો હોય ત્યારે આચારસંહિતાનો ભંગ કરીને તલવાર સહીત ના હથિયારો વડે પત્રકાર પર હુમલો થતાં પોલીસના ધજાગરા ઉડ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે આચારસંહિતા હોવા છતાં જાહેરમાં હથીયાર લઈ હુમલો થતાં પોલીસ તંત્ર ઘોર નિંદ્રામાં સૂતું હોય તેવું લાગી રહ્યું છે. લોકોના પ્રશ્નો ઉજાગર કરતા એવા પત્રકાર હુમલો થતાં પત્રકાર બેડામાં રોશની લાગણી ફેલાઈ છે. ઘટનાની જાણ થતા જ પત્રકાર મિત્રો સિવિલ હોસ્પિટલ ખાતે એકત્ર થયા હતા અને પોલીસ કડક હાથે કાર્યવાહી કરે તેવી માંગ કરી હતી.