અમરેલી જીલ્લાના એપીએમસીમાં આવતા ચણાની મબલખ આવક શરૂ થઇ છે તો જાહેર હરરાજીમાં સફેદ ચણાનું ઉત્પાદન વધ્યું હોય તેમ યાર્ડમાં સફેદ ચણાના ૧૨૦૦ થી લઈને ૧૨૫૦ સુધીના ભાવો મળતા ખેડુતોએ સફેદ ચણાનું વાવેતર કરીને સારા ભાવો મળવાની ખુશહાલી જગતના તાતમાં જોવા મળી રહી છે.
એપીએમસીમાં સેન્ટરમાં જ્યા જુઓ ત્યા ચણાના ટ્રેકટર, ગાડા, મીની ટ્રેકટર નો જમાવડો જોવા મળી રહ્યા છે ને ચણાની મબલખ આવકથી યાર્ડ ઉભરાઈ રહ્યા હોય ત્યારે નવા સફેદ ચણાની આવક પણ અમરેલી અને સાવરકુંડલા, ખાંભા, ધારી, બાબરા, બગસરા, લાઠી, રાજુલા અને ટીંબી યાર્ડમાં શરૂ થઈ ગઈ છે ને ખેડૂતોએ આ વખતે સફેદ ચણાનું વાવેતર વધુ કર્યું હોય ને સફેદ ચણામાં ભાવો પણ પૂરતા પોષણ શમ આવતા હોય ને જાહેર હરરાજીમાં ૧૨૦૦ થી લઈને ૧૨૫૦ સુધીના સફેદ ચણાના ભાવો મળી રહ્યા છે તો દેશી ચણાના પણ ૧૨૦૦ જેટલા ભાવો મળે છે ને સમાન્ય રીતે ઉત્પન્ન થતાં જનરલ ચણાના ૯૦૦ થી ૯૭૦ સુધીના ભાવો ખેડૂતોને હાલ ખુલ્લી બજારમાં મળી રહ્યા હોય ત્યારે ગામડા માંથી સફેદ ચણા વેચાણમાં આવતા ખેડૂતો ને ૧૨૦૦ જેટલા ભાવો મળવાની ખુશી આંખોમાં છલકાઈ રહી છે.
સામાન્ય ચણા કરતા સફેદ ચણામાં ૧ વિધે ૨૫ થી ૩૦ મણનો ઉતારો ખેડૂતોને મળતો હોય ને સફેદ ચણાના ભાવો પણ ૧૨૦૦ આસપાસ મળી રહ્યા હોય ત્યારે ખેડૂતો સફેદ ચણાનું વાવેતર કરીને સારા ભાવો મળવાથી ખુશી થયા છે ત્યારે નવાગામ જાંબુડાના નારણભાઈ તો ચણાનું જ વાવેતર કરવાનો આગ્રહ દરેક ખેડૂતોને કરી રહ્યા છે
સામાન્ય રીતે ખેડૂતો જનરલ પીળા ચણાનું વાવેતર કરતા હોય ને ૨, ૩, ૫ નંબર કરતા સફેદ ચણા જ ખેડૂતો વાવેતર કરે તો ૨૫ થી ૩૦ મણનો ઉતારો અવે છે ને ૧૨૨૧ જેવા ભાવો મળવાની ખેડૂતોની અનહદ ખુશી હોય ત્યારે અમરેલી સાવરકુંડલા માં ૪૫ હજાર મણ દેશી અને સફેદ ચણાની આવક થઈ રહી હોવાની યાર્ડના સેક્રેટરી રમેશ રાદડીયા એ જણાવ્યું હતું
અમરેલી યાર્ડ અને સાવરકુંડલા યાર્ડમાં જ ૪૫ હજાર મણ માત્ર ચણાની આવક હોય ને દેશી ચણા અને સફેદ ચણાની જ મબલખ આવક હોય ત્યારે સાવરકુંડલા માંજ ૨૭ હજાર મણ ચણા ની આવક માં સફેદ ચણા ને દેશી ચણા ના ૧૨૦૦ ઉપરના ભાવો ને જનરલ ચણા ૯૦૦ થી ૯૭૦ ખેડૂતોને મળી થયા હોય ત્યારે ઓણ સાલ સફેદ ચણામાં ખેડૂતો કમાયા હોવાની પ્રતીતિ યાર્ડની જાહેર હરરાજીમાં દેખાઈ રહી છ