અમરેલી જીલ્લા ના રાજુલા તાલુકા ના ડુંગર ગામે લગ્ન પ્રસંગે જમણવારમાં થયું ફ્રુડ પોઇઝન…
રાજુલા ના ડુંગર ગામે એક લગ્ન પ્રસંગ ના જમણવાર માં અંદાજિત ૩૦૦ જેટલા નાના મોટા વ્યક્તિ ઓ જાડા ઉલ્ટી થતા જે વાહન મળે તેમાં તાત્કાલિક સારવાર લેવા માટે રાજુલા સરકારી હોસ્પિટલ માં આવ્યા હોવાનું જાણવા મળેલ છે જેમાં ૩૦૦ જેટલા લોકો ડુંગર માં સારવાર લઈ રહિયા છે
જેમાં હાલ ૩૦ જેટલા લોકો રાજુલા સરકારી હોસ્પિટલ માં સારવાર લઈ રહિયા છે તેમજ મહુવા તેમજ સાવરકુંડલા પણ સારવાર માટે ગયા હોવાની માહિતી મળી રહી છે ઉપરોક્ત ધટના ની જાણ સરકારી હોસ્પીટલ ના ફરજ પરના ડોક્ટર સહિત નર્સિંગ સ્ટાફ પણ હાજર થઈ ગયેલ અને તમામ દર્દી ઓ ને સારવાર આપી રહિયા છે ત્યારે રાજુલા ના સેવાભાવી મુસ્લિમ સમાજના તમામ યુવાનો સેવા માટે દોડી આવેલ
ફ્રુડ પોઈજન નાં સમાચાર આ હોસ્પિટલના અધિક્ષકને મળતા ડોક્ટર જેઠવા એ તમામ ડોક્ટરોને હાજર થવા મેસેજ કરતા આ હોસ્પિટલ ના ડોક્ટર નિખિલ ડોક્ટર વિપુલ ડોક્ટર રોહિત ડોક્ટર સંજય ડોકટર કલસરિયા સહિત નર્સિંગ સ્ટાફ મેડિકલ સ્ટાફ આ કામગીરી માટે હાજર રહ્યા હતા….