મ્હે.ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાં ઘાડ,લુંટ ચોરી જેવા ગંભીર ગુન્હનાઓ કરી નાસતા ફરતા આરોપીઓને પકડવાની સુચના આપેલ હોય, અમરેલી મે. પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબનાઓ સીધા માર્ગદર્શન અને સુચના હેઠળ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી એચ.બી વોરા સાહેબ નાઓની જરૂરી સુચના આધારે સને ૨૦૧૬ મા મોટી કુંકાવાવ રોડ શ્યામ ડેરીના મકાનના રૂમમા ફરી શ્રી રાત્રીના સમયે સુતેલ હતા આ કામના આરોપીઓ ગેરકાયદેસર પ્રવેશ કરી ફરી.ને ગળા ઉપર બે હાથથી દબાવી ગળાના ભાગે ઇજા પહોંચાડી રોકડ રકમ, ઘડીયાળ, તેમજ ઓફિસના ખાના માંથી રોકડ રકમની લુંટ કરી મદદગારીનો ગુનો કરેલ જેમા નાસતો ફરતો આરોપી મનસુખભાઇ સીસકાભાઇ ઉર્ફે જીચકાભાઇ પરમાર ઉવ.૨૫ ધંધો,મજુરી રહે.હાલ મોરબી વાઘપર મુળ રહે.રૂપાખડા માળી ફળીયા તા.રાણાપુર જી.જાંબુઆ રાજ્ય મધ્યપ્રદેશ વાળો આરોપી રાજુલા બસ સ્ટેન્ડ ખાતે વડોદરા તરફ જવાની બસની રાહ જોય ઉભેલ હોય જે અન્વયે રાજુલા પો.સ્ટે, ના પોલીસ ઇન્સ્પેકટર શ્રી જે એન પરમાર સાહેબનાઓની ચોકકસ બાતમી આધારે રાજુલા પો.સ્ટે. ના સર્વેલન્સ સ્કોર્ડના હેડ કોન્સ. ભીખુભાઇ સોમાતભાઇ ચોવટીયા તથા હેડ કોન્સ હરપાલસિંહ વિક્રમસિંહ ગોહિલ તથા હેડ.કોન્સ સંજયભાઇ કનુભાઇ ઘાંઘળ તથા પો.કોન્સ. હરેશભાઇ ભાયાભાઇ વાળા તથા વિ. પોલીસ સ્ટાફ દ્વારા અમરેલી તાલુકા પો.સ્ટેના ગુ.ર.નં.૦૧૧૪ ૨૦૧૬ ઇ.પી.કો.કલમ ૩૯૪,૩૯૫,૪૫૨,૧૧૪ મુજબના ગુન્હાના કામે પકડવાનો બાકી અને પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા છેલ્લા સાત વર્ષથી નાસતા ફરતાં આરોપીને રાજુલા બસ સ્ટેન્ડ પાસેથી ચોકકસ બાતમી આધારે આરોપી શોધી કાઢી મજકુર આરોપી વિરૂઘ્ધ CRPC કલમ ૪૧(૧) આઇ મુજબ કાર્યવાહી કરી અમરેલી તાલુકા પો.સ્ટે.ને સોંપવા તજવીજ કરેલ છે.
પકડાયેલ આરોપીની વિગત-
મનસુખભાઇ સીસકાભાઇ ઉર્ફે ચકાભાઇ પરમાર ઉવ પ ધંધો મજુરી રહે.હાલ મોરબી વાઘપર મુળ રહે.રૂપાખેડા માળી ફળીયા તા.રાણાપુર જી.જાંબુઆ રાજ્ય મધ્યપ્રદેશ
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી-
રાજુલા પો.સ્ટે.ના પોલીસ ઇન્સ.શ્રી જે.એન પરમાર સાહેબ તથા સર્વેલન્સ સ્કોર્ડના હેડ કોન્સ. ભીખુભાઇ સોમાતભાઇ ચોવટીયા તથા હેડ કોન્સ. હરપાલસિંહ વિક્રમસિંહ ગોહિલ તથા હેડ.કોન્સ જયભાઇકનુભાઇ ધાધળ તથા પો.કોન્સ. હરેશભાઇ ભાયાભાઇ વાળા દ્વારા કરવામાં આવેલ છે