- કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે પૈસાની જરૂર હોવાનું કહી પૈસા મંગાવ્યા હતા
- વિરલના ફોન બંધ થઇ જતાં ઠગાઇ થઇ હોવાનું જણાતા લક્ષ્મીકાંતે સાઇબર ક્રાઇમમમાં ફરિયાદ
- વિરલ નરસિંદાણીના માતાની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવાની
બાપુનગરમાં રહેતા લક્ષ્મીકાંત મહંત બાપુનગર અરવિંદ એસ્ટેટ ખાતેની સતીષભાઇ દેવરાજભાઇ પટેલની ઓફ્સિમાં કામ કરે છે. હાલ સતિષભાઇ અમેરિકાના કોલિફેર્નિયામાં ફરવા ગયા છે. તેમની ફરિયાદ મુજબ સતીષભાઇએ લક્ષ્મીકાંતને ફેન કરીને જણાવ્યું હતું કે તેમના સંબંધી હરિભાઇ પટેલ કે જેઓ અમેરિકામાં રહે છે અને ભારતીય સિનિયર સિટીઝન ગ્રૂપના પ્રેસિડેન્ટ છે, તેમને ગ્રૂપના એક અશ્વિન પટેલે અમેરિકાના નંબર પરથી જ વોટસએપ કોલ કરીને જણાવ્યું હતું કે પુણેમાં રહેતા તેમના મિત્ર વિરલ નરસિંદાણીના માતાની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવાની છે. ત્યારબાદ સતીષભાઈએ આંગડિયા પેઢીથી વિરલ નામના શખ્સને મુંબઇ મલાડ ખાતે મોકલ્યા હતા. આ પૈસા મુંબઇમાંથી લેવાઇ ગયા હતા. ત્યારબાદ શિકાગોમાં અશ્વિન પટેલ અને પુણેના વિરલના ફોન બંધ થઇ જતાં ઠગાઇ થઇ હોવાનું જણાતા લક્ષ્મીકાંતે સાઇબર ક્રાઇમમમાં ફરિયાદ નોંધાવી હતી.