- ફર્મ દ્વારા શંકાસ્પદ વ્યવહારો, બેન્ક સાથે છેતરપિંડીનો ફોરેન્સિક ઓડિટમાં ઘટસ્ફોટ
- પેઢી, ભાગીદારોએ છેતરપિંડી, ઠગાઈ આચરી કરોડોનું ફંડ ડાઈવર્ટ કર્યાનો ગુનો નોંધાયો
- પ્રાથમિક તબક્કે સીએ કે સ્ટેચ્યૂટરી ઓડિટર્સની ભૂમિકા નહીં
અમદાવાદની યુનિયન બેંક ઓફ્ ઈન્ડિયાના ડેપ્યુટી મેનેજર વેદ પ્રકાશ અરોરાએ સીબીઆઈની ગાંધીનગરની એન્ટી કરપ્શન બ્રાન્ચ સમક્ષ અમદાવાદના મેસર્સ અરિહંત જવેલ્સ ( બાપુનગર) અને તેના પાર્ટનર અનંત અશોક શાહ (ન્યુ વાસણા), મૌલિકાબેન અનંત શાહ (ન્યુ વાસણા), અરિહંત જવેલ્સના ગેરન્ટર જિગર અશોક હેબ્રા ( સેટેલાઈટ) અને અજાણ્યા લોકો સામે રૂ. 12.22 કરોડની છેતરપિંડી, ઠગાઈ, બેંકના ધારા ધોરણોનો ભંગ કરીને તેમના પદનો દૂરપયોગ કરી ખોટી રીતે લાભ મેળવવા, બેંકને નુકસાન પહોંચાડીને ક્રિમિનલ કોન્સ્પરસી આચરવા મુદ્દે 18-01.22ના રોજ ફરિયાદ નોંધાવેલી. જેમાં, આરોપીઓ સામે આઈપીસીની કલમ 420, 120 બી, પીસી એક્ટ-1988ની કલમ 13(2), 13(1)(ડી) હેઠળ ફરિયાદ કરાયેલી છે. આ કેસમાં એસીબીએ આરોપીઓ સામે એફ્આઈઆર નોંઘી છે.
આ કેસમાં ઓથોરિટીએ ફેરેન્સિક ઓડિટ કરાવીને તેનો રિપોર્ટ રજૂ કરેલો છે. આ રિપોર્ટનુ તારણ છે કે બેંક પાસેથી લોન સ્વરૂપે પૈસા ઉછીના લેનાર લોકોએ આંતરિક રીતે શંકાસ્પદ વહેવારો કરેલા છે. વેપારના આ પ્રકારના વહેવાર અને નાણાકીય વહેવાર સુચવે છે કે બેંક પાસેથી પૈસા ઉછીના લેનાર લોકોએ બેંક સાથે છેતરપિંડી આચરેલી છે. પૈસાના ઉછીના લીધા બાદ, બેંકને પૈસા પરત ચુકવવા મુદ્દેની બેઠકમાં પોતાને ડિફેલ્ટેડ ગણાવ્યા અને બેંકને જાણ કર્યા વગર જ તેમના સ્ટોક, ચલિત મિલકતો વગેરે અંગે નિર્ણય લીધા. અરિહંત જવેલ્સ અને તેના ભાગીદારો તથા તેની સાથે સંકળાયેલા લોકોએ વિશ્વાસઘાત, છેતરપિંડી, ઠગાઈ, ફ્ંડને ડાયવર્ઝન કરવા, રેકર્ડ સાથે ફેર્જરી, જાહેરનાણાનો દૂરપયોગ સહિતના ગુના આચર્યા છે.
ફરિયાદીએ ફરિયાદ નોંધાવી છે કે બેંક પાસેથી રૂ. 500.39 લાખ ઉછીના લેનાર ર્ફ્મ અને તેની સાથે સંકળાયેલા લોકો સોનુ, ચાંદી, હીરા અને અન્ય કિંમતી ઘરેણાના હોલસેલ વેપાર સાથે જોડાયેલા છે. આ ર્ફ્મ દ્વારા પહેલી ફ્બ્રુઆરી-2013ના રોજ બેંક દ્વારા લોન આપવામાં આવેલી. આ પછી, તેને 06-02-2014ના રોજ રિન્યુ કરાયેલ. આ પછી, હપતા અને વ્યાજ ન ભરતા 26-08-2015ના રોજ ખાતાને એનપીએ કરાયેલા. બેંક દ્વારા આરબીઆઈની ગાઈડલાઈન મુજબ પગલા લેવાયા છે. જે મુજબ 31-12-21ના રોજ વ્યાજ સાથેની રકમ રૂ 12 કરોડ 22 લાખ 20 હજાર 473 થાય છે.
પ્રાથમિક તબક્કે સીએ કે સ્ટેચ્યૂટરી ઓડિટર્સની ભૂમિકા નહીં
ફેરેન્સિક ઓડિટ રિપોર્ટમાં એ પણ કહેવાયુ છે કે, પ્રાથમિક તબક્કાની તપાસના રેકર્ડ મુજબ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ( સીએ), સ્ટેચ્યુટરી ઓડિટર્સ, સ્ટોક ઓડિટર્સ, પેનલ પરના વકીલો કે વેલ્યુઅર્સની કોઈ ભૂમિકા નજરે પડી નથી.
ડીઆરટી બેંકની તરફ્ણમાં હુકમ આપેલો
આ કેસ મુદ્દે 18-02-16ના રોજ ડીઆરટી-1 અમદાવાદમાં સ્યુટ ફઈલ થયેલી. જેમાં ડીઆરટીએ 04-5-2018ના રોજ બેંકની તરફ્ણમાં હુકમ કરેલો. આ પછી, 24-04-20ના રોજ ડીઆરટી ઈ-ઓક્શન રાખેલો, પરંતુ તે અસફ્ળ રહ્યો હતો. ત્યાર બાદ 19-02-2022ના રોજ ફરીથી હરાજી રાખવામાં આવેલી.
સિક્યુરિટી ડિટેઈલ
1. ભાગ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ટર્સના નામે રહેલી કોમર્શિયલ જમીન, સિટી સર્વે નં. 3408-બી, નાગજી ભૂદરની પોળ, માણેક ચોક- 16.10.20ના રોજ વેલ્યુ રિપોર્ટ મુજબ કિંમત 56.13 લાખ
2. ભાગ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ટર્સના નામે રહેલી રહેણાક મિલકત સિટી સર્વે નં. 212 અને 213, ઘાંચીની પોળ, માણેક ચોક-16-10-20 ના રોજ વેલ્યુ રિપોર્ટ મુજબ 44.31 લાખ
3. ભાગ્યઈન્ફ્રાસ્ટ્રક્ટર્સના નામે રહેલી રહેણાક મિલકત સિટી સર્વે નં. 809, જીવનની પોળ, માણેક ચોક-16-10-20 ના રોજ વેલ્યુ રિપોર્ટ મુજબ 67.51 લાખ