[ad_1]
- રેસ્ટોરન્ટ સાથે ક્રુઝ તૈયાર કરવામાં આવી છે
- રથયાત્રાના દિવસે ક્રુઝ લોકો માટે ખુલ્લી મુકાશે
- અમદાવાદ રિવર ફ્રન્ટ પર નવું નજરાણું ઉમેરાશે
લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી છે તે ક્રૂઝ રેસ્ટોરન્ટ હવે ટૂંક સમયમાં શરૂ થશે. અમદાવાદના મેયર કિરીટ પરમારે જણાવ્યું હતું કે, અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર વધુ એક નવું નજરાણું ઉમેરાશે. અષાઢી બ્રિજના પ્રવિત્ર દિવસે સાબરમતી નદીમાં ક્રૂઝ દોડતી થશે. રેસ્ટોરન્ટ સાથે ક્રુઝ તૈયાર કરવામાં આવી છે.
એકસાથે 150 લોકો લઈ જવાની ક્ષમતા
દીવ પછી હવે અમદાવાદમાં પણ આગામી જૂન માસમાં સાબરમતીની જળસપાટી પર- મહેમાનોને લાઇવ શોઝ, સંગીત સહિતનું મનોરંજન પીરસતા અને સરદાર બ્રિજથી ગાંધી બ્રિજ સુધીની દોઢ કલાકની સફર કરાવતા બે માળના ક્રુઝ ફ્લોટિંગ રેસ્ટોરાંનો આરંભ જૂન માસમાં કરવામાં આવશે. રેસ્ટોરાંમાં એકસાથે 150 લોકોને લઈ જવાની ક્ષમતા હશે અને આવી તરતી ભોજન સફર માટે પ્રતિ વ્યક્તિ 2,000 રૂપિયા ચાર્જ હશે. ક્રુઝનો ટ્રાયલ રાઉન્ડ પુરો થયો હોવાની સાથે હાલમાં ક્રુઝના ઇન્ટિરિયર ડિઝાઇનનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે.
દેશનું પ્રથમ ક્રૂઝ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ
રીવર ક્રુઝ પ્રોજેક્ટ હવે તેના અંતિમ તબક્કામાં છે. નજીકનાં ભવિષ્યમાં અમદાવાદમાં શરુ થવા જઈ રહી છે ક્રુઝ રેસ્ટોરન્ટ. રિવરફ્રન્ટ પર બનાવવામાં આવેલ આ દેશનું પ્રથમ ક્રૂઝ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ છે. તાજેતરમાં તેનું સાબરમતી નદીમાં ટ્રાયલ શરુ કરાયું હતું. ક્રુઝની કામગીરી પૂર્ણતાના આરે છે અને તેને જૂન મહિનાથી શરુ કરવામાં આવશે. આ ક્રૂઝ ફ્લોટિંગ રેસ્ટોરન્ટનું ઓપનિંગ વડાપ્રધાન કે ગૃહમંત્રીનાં હસ્તે થવાની શક્યતા છે.
ટ્રાયલમાં ખામી સર્જાઇ હતી
અમદાવાદમાં ક્રુઝ રેસ્ટોરન્ટ શરૂ થાય તે પહેલાં ટ્રાયલ સમયે ખામીઓ સામે આવી હતી. ક્રૂઝના રિહર્સલમાં ખામીઓ સામે આવી છે. ખામીઓ દૂર કરવા બહારથી ટેક્નિશયનની મદદ લેવાઈ હતી. પાણીમાં તરતી રેસ્ટોરન્ટ ક્રુઝ મુકાય તે પહેલાં જ ખામીઓ સામે આવતા તંત્રની મુશ્કેલી વધી હતી. જેમાં ક્રુઝમાં રહેલી ટેક્નિકલ ખામીઓ દૂર કરવા કામગીરી શરૂ કરાઈ છે.
[ad_2]