- મહાઠગ કિરણ સાથે સંકળાયેલા એક ડઝન લોકોના ત્યાંથી વાંધાજનક દસ્તાવેજો મળ્યા
- J&K અને અન્ય સ્થળોએ તેની પ્રવૃત્તિઓના સંદર્ભમાં અત્યંત વાંધાજનક વસ્તુઓ મળી
- ઉપરાંત કિરણ પટેલની જન્મકુંડળી પણ મેળવી
PMO ઓફ્સિર હોવાનો દાવો કરીને લોકો સાથે છેતરપિંડી કરનાર મણિનગરના કિરણ પટેલ સાથે સંકળાયેલા અડધો ડઝનના ત્યાં એન્ફેર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ દરોડા પાડીને વાંધાનજક દસ્તાવેજો સહિતનું સાહિત્ય કબજે કર્યું છે. ઈડીએ કિરણ પટેલની સાથે સંકળાયેલા સરકારી અધિકારીઓ અને જમ્મુ-કાશ્મીરમાં પણ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે. ઈડીએ જમ્મુ-કાશ્મીર અમદાવાદ પોલીસ કિરણ પટેલ સામે થયેલી ફરિયાદના દસ્તાવેજો મેળવીને તપાસ ચાલુ કરી છે. આગામી દિવસોમાં કિરણ પટેલ સાથે સંકળેયાલા સરકારી બાબુઓને ઈડી તપાસમાં બોલાવે તેવી શકયતાઓ છે. ઉલ્લેખનીય છે કે, કિરણ પટેલની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ચાર જેટલા ગુનામાં ધરપકડ કરીને કેટલાક વાંધાનજક દસ્તાવેજો કબજે કર્યા હતા. આ ઉપરાંત કિરણ પટેલની જન્મકુંડળી પણ મેળવી હતી.
PMOના ઉચ્ચ અધિકારી હોવાનો દાવો કરનાર કિરણ પટેલ સામે પ્રિવેન્શન ઓફ્ મની લોન્ડરિંગ એક્ટની જોગવાઈઓ હેઠળ કેસ નોંધાયા બાદ EDએ ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, મોરબી અને મહેસાણા સહિતના 12 સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ચીટર પટેલ પહેલાથી જ જમ્મુ અને કાશ્મીર અને ગુજરાતમાં છેતરપિંડી અને વિશ્વાસભંગના અનેક આરોપોનો સામનો કરી રહ્યો છે. ઈડી દ્વારા હાથ ધરેલા સર્ચ ઓપરેશનમાં સ્થાવર મિલકતો સાથે સંબંધિત દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા હતા અને અત્યંત વાંધાજનક સામગ્રી પણ મળી હતી. જમ્મુ-કાશ્મીર અને અન્ય સ્થળોએ તેની પ્રવૃત્તિઓના સંદર્ભમાં વધુ તપાસ ચાલી રહી છે. ઈડીની શ્રીનગર ઝોન ઓફ્સિ દ્વારા સર્ચ હાથ ધરવામાં આવ્યું છે. મહાઠગ કિરણ પટેલ સાથે સંકળેયાલા જય સીતાપરા, હાર્દિક ચંદારાણા, વિઠ્ઠલ પટેલ, અમિત પંડયા અને પીયૂષ વસિતા સાથે સંકળાયેલા છે જેઓ પટેલ સાથે મળેલા હોવાની શંકા છે. પટેલને માર્ચમાં જમ્મુ અને કાશ્મીર પોલીસ દ્વારા પીએમઓના નકલી અધિકારીની ઓળખ આપીને Z+ સિક્યોરિટી મેળવવાના અને લોકો સાથે છેતરપિંડી કરવાના આરોપમાં ઝડપી લેવામાં આવ્યો હતો. આ જ કેસ ઇડીની કાર્યવાહીનો આધાર છે.
ઈડીએ પોતાના નિવેદનમાં ઉલ્લેખ કર્યો કે, તેણે લોકોને મુર્ખ બનાવીને તેમની સાથે છેતરપિંડી કરી છે અને નાણાકીય તેમજ ભૌતિક લાભો મેળવવા માટે ફૂલપ્રુફ્ પ્લાન બનાવનીને લોકો સાથે છેતરપિંડી આચરી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે એપ્રિલમાં ગુજરાત પોલીસની કસ્ટડી બાદ રિમાન્ડ પૂરા થયા બાદ પટેલને જમ્મુ અને કાશ્મીર પરત મોકલવામાં આવ્યો હતો.