- વીજળીના કડાકા અને પવન સાથે વરસાદની આગાહી
- અમદાવાદમાં પણ છૂટા – છવાયા વરસાદની શક્યતા
- વરસાદના કારણે તાપમાનમાં પણ 2 ડિગ્રી ઘટાડો થશે
એક તરફ અરબી સમુદ્રમાં સક્રિય થયેલા વાવાઝોડાના કારણે ગુજરાતના દરિયા કિનારા પર બિપોરરજોય વાવાઝોડું સક્રિય થઈ રહ્યું છે ત્યારે બીજી તરફ રાજ્યમાં વરસાદના પણ આગમનની આગાહી કરવામાં આવી રહી છે. ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદ થઈ શકે છે. આગામી ચાર દિવસ દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની આગાહી છે.
ગરમીમાં ઘટાડાની પણ શક્યતા
વાવાઝોડાને કારણે પવનની દિશા બદલાતા ગુજરાતમાં વરસાદ છે. અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં પણ વરસાદી માહોલ રહી શકે છે. અમદાવાદમાં છુટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં 2 દિવસ બાદ તાપમાનમાં 2 ડિગ્રી ઘટાડો થઈ શકે છે. રાજ્યમાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટીની અસર પણ રહેશે.
દરિયાકિનારાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની શક્યતા
અરબી સમુદ્રમાં સક્રિય થયેલા વાવાઝોડાના કારણે દરિયાકાંઠા વિસ્તારમાં ભારે પવન અને વરસાદી માહોલની અસર રહેશે. બિપોરજોય વાવાઝોડું ગુજરાતમાં ટકરાશે નહીં. જોકે, જોકે વાવાઝોડાને કારણે પવન અને વરસાદી માહોલ રહી શકે છે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા સુચના આપવામાં આવી છે.
આ તરફ બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સર્જાઈ રહ્યું છે જેના કારણે પણ ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદ આવી શકે છે. જ્યારે આ લો પ્રેશર સિસ્ટમથી દેશના ઘણાં રાજ્યોમાં વરસાદની સંભાવના જોવામાં આવી રીહ છે. આ વરસાદના કારણે પણ ચોમાસું વિધિવત રીતે રાજ્યમાં શરૂ થઈ શકે છે.