- મેડિકલ કોલેજ, હેલ્થ સેન્ટર પર CPR ટ્રેનિંગનું આયોજન
- 50 હજારથી વધુ પોલીસ જવાનો CPR ટ્રેનિંગમાં જોડાશે
- અમદાવાદમાં 10 મેડિકલ કોલેજમાં કાર્યક્રમ યોજાશે
આજે રાજ્યમાં પોલીસ જવાનોને CPR ટ્રેનિંગ આપશે. મેડિકલ કોલેજ, હેલ્થ સેન્ટર પર CPR ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં 50 હજારથી વધુ પોલીસ જવાનો CPR ટ્રેનિંગમાં જોડાશે. તથા અમદાવાદમાં 10 મેડિકલ કોલેજમાં કાર્યક્રમ યોજાશે.
હજારોની સંખ્યામાં પોલીસ જવાનો CPR ટ્રેનિંગમાં જોડાશે
અમદાવાદમાં પણ પોલીસ જવાનોને CPR ટ્રેનિંગ આપવામાં આવશે. તેમજ રાજ્યની અલગ અલગ મેડિકલ કોલેજ, હેલ્થ સેન્ટર પર CPR ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હજારોની સંખ્યામાં પોલીસ જવાનો CPR ટ્રેનિંગમાં જોડાશે.
કાલુપુર રેલવે સ્ટેશન પાસે જવાને બચાવ્યો હતો જીવ
તાજેતરમાં અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન ખાતે ફરજ બજાવી રહેલ કોન્સ્ટેબલે બપોરના સમયે કાલુપુર સર્કલ પાસે ટ્રાફિક સંચાલન કરી રહ્યા હતા. આ દરમિયાન જ એકટીવા ચાલક કે જેનું નામ મોહમ્મદ શેખ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા અને અચાનક જ તેઓને છાતીમાં દુખાવો શરૂ થયો હતો. તેઓએ હાજર રહેલા કોન્સ્ટેબલને જાણ કરી હતી ત્યારે ટ્રાફિક પોલીસના જવાને તાત્કાલિક ધોરણે વાહન ચાલક મોહમ્મદ શેખને સીપીઆર આપ્યું હતું અને ત્યારબાદ 108 મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ કામગીરી બદલ અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા કોન્સ્ટેબલ મુસ્તાકનીયા નરેશભાઈ નગીનભાઈ અને હસમુખ જોગલને ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ સન્માનિત પણ કરવામાં આવ્યા હતા.