આહિર સમાજ સમૂહલગ્ન સમિતિ રાજુલા દ્વારા નવદંપતીઓને સાત ફેરા યોજના અને મેરેજ સર્ટીફીકેટ વિતરણનો કાર્યક્રમ યોજાયો
આહિર સમાજ સમૂહલગ્ન સમિતિ રાજુલા દ્વારા ૨૩ માં સમૂહલગ્ન સફળતાપૂર્વક પૂર્ણ કરવામા આવતા સમૂહલગ્નમા જોડાયેલ ૩૯ નવદંપતીઓને આહિર સમાજની વાડી ખાતે સરકારમાંથી મળતી સહાય તેમજ મેરેજ સર્ટીફીકેટ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવેલ.જેમાં સમિતિના પ્રમુખશ્રી બાબુભાઈ વાણીયા સહિતની ટીમ દ્વારા મેરેજ સર્ટીફીકેટનુ વિતરણ કરી સરકાર દ્વારા મળેલ સહાય બાબતે હાજર લોકો અને યુગલોને માહિતગાર કરવામા આવેલ.
સમૂહલગ્નમા જોડાયેલ નવદંપતીઓને મેરેજ સર્ટિફિકેટ તેમજ સાતફેરા સમુહલગ્ન અને કુંવરબાઈના મામેરાની સરકારશ્રીની નવ લાખ છત્રીસ હજારની સહાય આપવાની સુંદર કામગીરી હિતેશભાઈ કાતરીયા,ગોપાલભાઈ જાલોંધરા અને નાગજીભાઈ જીંજાળા સહિતની ટીમ દ્વારા કરવામાં આવી હોવાનું સમૂહલગ્ન સમિતિના પ્રમુખશ્રી બાબુભાઈ વાણીયા દ્વારા જણાવી આગામી સમયમાં લોકોની અનુકૂળતા મુજબ વધારે યુગલો જોડાય તે રીતે સમૂહલગ્નનું આયોજન કરવામાં આવશે.
આહિર સમાજની વાડી ખાતે યોજાયેલ કાર્યક્રમમાં પ્રમુખશ્રી બાબુભાઈ વાણીયા,ઘુઘાભાઈ કાતરીયા,બચુભાઈ જાલોંધરા,તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.નિલેશભાઈ કલસરીયા,યાદવ યુવા ગ્રુપના પ્રમુખ લાલજીભાઈ જીંજાળા,ભુપતભાઈ લાડુમોર,નાગજીભાઈ જીંજાળા,નરશીભાઈ જાલોંધરા,હિંમતભાઈ જાલોંધરા, ધનજીભાઈ જાલોંધરા,નરેશભાઈ બલદાણીયા,હરેશભાઈ કાતરીયા,ચિથરભાઈ કાતરીયા,હર્ષદભાઈ હડિયા,ચીથરભાઈ જીંજાળા,ભુપતભાઈ બલદાણીયા,શામજીભાઈ હડિયા,માધાભાઈ જીંજાળા,દુલાભાઈ જાલોંધરા અને ભવાનભાઈ જીંજાળા સહિતના સભ્યો હાજર રહી કાર્યક્રમને સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવેલ જે યાદીમાં જણાવેલ છે.