Tuesday, December 24, 2024

REGISTRATION NUMBER.: RNI - GUJGUJ/2009/30934

આ રહ્યો દયાબેનનો નાનકડો ટપુ; પરિવાર સાથે શિવ મંદિરે પહોચ્યા દિશા વાકાણી- જુઓ સુંદર વિડીયો

દિશા વાકાણી (Disha Vakani): ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ (Taarak Mehta Ka Ooltah Chashmah) છેલ્લા ઘણા સમયથી લોકોનું મનોરંજન કરી રહી છે. શોના દરેક પાત્રને દર્શકો દ્વારા પસંદ કરવામાં આવ્યા છે અને તેને અલવિદા કહી ચૂકેલા સ્ટાર્સ આજે પણ સીરીયલના જ નામોથી ઓળખાય છે. શોમાં દયાબેનનું પાત્ર ભજવીને લોકોનું દિલ જીતનાર દિશા વાકાણી પણ ખુબજ ચર્ચામાં રહે છે.

ક્યારેક શોમાં તેની વાપસીની અટકળો થાય છે તો ક્યારેક નવી દયાબેનના આગમનની માહિતી સામે આવે છે. ચાહકો દયાબેનના પાત્રને ખૂબ જ મિસ કરી રહ્યા છે અને ઘણી વખત દિશા વાકાણીને પરત લાવવાની માંગ કરી છે. જોકે દિશા તેના પરિવાર સાથે સમય વિતાવી રહી છે.

દિશા લાઈમલાઈટથી અંતર બનાવી રહી છે, પરંતુ એક્ટ્રેસની તસવીરો સોશિયલ મીડિયા પર દરરોજ વાયરલ થાય છે. તે જ સમયે, હાલમાં જ દિશાનો તેના પુત્ર સાથેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. દિશા વાકાણીએ પુત્રના જન્મ પછી તારક મહેતા શોથી દૂર રહી હતી. ત્યારથી તે પોતાના પરિવાર સાથે સમય વિતાવી રહી છે અને શોબિઝની દુનિયાથી દૂર છે.

હાલ અભિનેત્રીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે પોતાના પતિ મયુર અને બાળકો સાથે પૂજા કરી રહી છે. આ મહાશિવરાત્રી દરમિયાનનો એક વીડિયો છે, જેમાં અભિનેત્રીના પુત્રની પહેલી ઝલક જોવા મળી રહી છે. આ વીડિયો જોયા બાદ એક તરફ ચાહકો તેમના પુત્રના વખાણ કરી રહ્યા છે તો બીજી તરફ તેઓ ખૂબ જ ભાવુક થઈ ગયા છે અને શોમાં દયાબેનને ફરીથી જોવા માટે ઉત્સુક છે.

એક યુઝરે લખ્યું, કૃપા કરીને પાછા આવો, જ્યારે બીજાએ કહ્યું, મેડમ તારક મહેતામાં પાછા આવો, તમારા વિના શો અધૂરો લાગે છે. જણાવી દઈએ કે 2017માં દિશા વાકાણીએ શોમાંથી બ્રેક લીધો હતો. પરંતુ તે પછી તે પરત આવી ન હતી. હાલમાં જ અસિત મોદીએ કન્ફર્મ કર્યું હતું કે દિશા શોમાં પાછી નહીં ફરે, પરંતુ દયાબેન ચોક્કસ આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સ્વસ્તિકસાપ્તાહિક/SNNews સાથે. 

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,906FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles