- રાજસ્થાનના શખ્સની ફરિયાદમાં ત્રણની પૂછપરછમાં ઘટસ્ફોટ થયો
- સરખેજ પોલીસે ડ્રગ્સ માફિયા સહિત ચારની ધરપકડ કરી
- હરિપ્રકાશે ગાડીની ઠગાઇની અરજી ખોટી આપી હોવાનું સામે આવ્યુ
સરખેજમાં ગાડી ઠગાઇ કેસમાં પોલીસે ત્રણ યુવકોની અટકાયત કરીને પૂછપરછ કરતા નવો ઘટસ્ફોટ થયો હતો. રાજસ્થાનના હરિપ્રકાશ જાટે થોડા સમય પહેલા સરખેજ પોલીસ સ્ટેશનમાં ત્રણ શખ્સો વિરૂદ્ધ ઠગાઇની ફરિયાદ આપી હતી. તેમાં તેણે ઉલ્લેખ કર્યો હતો કે, બેનારામએ પોતાની ગાડીનું વેચાણ કરવાનું કહીને તેણી પાસેથી 3.20 લાખ પડાવી લીધા બાદ ગાડી આપી ન હતી. જેથી સરખેજ પોલીસે ઠગાઇ કેસમાં તપાસ કરતા બેનારામ, મુકેશ રાયકા અને જુજર નામના ત્રણ શખ્સો ગાડી સાથે મળી આવ્યા હતા. જેથી પોલીસે ત્રણેય આરોપીની અટકાયત કરીને પૂછપરછ કરતા સામે આવ્યુ કે, ખરેખર તો અફીણના પૈસાની લેતી દેતીમાં વિવાદ થતાં હરિપ્રકાશે ગાડીની ઠગાઇની અરજી ખોટી આપી હોવાનું સામે આવ્યુ હતું.