- ગત વર્ષની તુલનાએ AMCની આવકમાં 49 ટકાનો વધારો
- પ્રોપર્ટી ટેક્સની રૂ. 68૨ કરોડ, પ્રોફેશનલ ટેક્સની આવક રૂ. 35.50 કરોડ
- પ્રોપર્ટી ટેક્સ સહિત કુલ રૂ. 754 કરોડની આવક થઈ છે
AMC દ્વારા તા. 18 એપ્રિલથી તા. 31 મે. 2023 સુધી એડવાન્સ ટેક્સ રીબેટ યોજનાને સાનુકૂળ પ્રતિસાદ સાંપડયો હતો અને રૂ. 68૨ કરોડના પ્રોપર્ટી ટેક્સ સહિત કુલ રૂ. 754 કરોડની આવક થઈ છે. ગત વર્ષની તુલનાએ ચાલુ વર્ષે તા. 31 મે સુધીમાં થયેલી આવકમાં 49 ટકાનો વધારો નોંધાયો છે. AMC પ્રોપર્ટી ટેક્સ વિભાગ દ્વારા કરદાતા માટે અલગ અલગની રિબેટ યોજના લાગુ કરવામાં આવે છે જેનો લાભ લઈને કરદાતા ટેક્સ ભરી છે. રેવન્યૂ વિભાગ દ્વારા તા. 1 એપ્રિલ થી તા.31 મે સુધી નોંધપાત્ર આવક થઈ છે. જેમાં પ્રોપર્ટી ટેક્સ, પ્રોફેશનલ ટેક્સ અને વ્હીકલ ટેક્સનો સમાવેશ કરવામાં આવ્યો છે.
છેલ્લાં એક મહિનામાં કુલ રૂ. 754 કરોડની આવક થઈ છે જેમાં પ્રોપર્ટી ટેક્સમાં 68૨કરોડ,પ્રોફેશનલ ટેક્સ 35 કરોડ અને વિહિકલ ટેક્સ 32 કરોડ જેટલો થયો છે. ઝોન મુજબ જોઈએ તો મધ્યઝોનમાં 107 કરોડ, ઉત્તર ઝોનમાં 54 કરોડ, દક્ષિણ ઝોનમાં 54 કરોડ,પૂર્વ ઝોનમાં 53 કરોડ, પશ્ચિમઝોનમાં 185 કરોડ,ઉત્તર પશ્ચિમ ઝોનમાં132 કરોડ,દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 93 કરોડ જેટલી આવક થઈ છે.આ યોજનામાં 4,96,324 જેટલા કારદાતા એ લાભ લીધો છે.જેમાં 66.80 કરોડ જેટલું રિબેટ આપવામાં આવ્યું છે. 54 ટકા રકમ ઓનલાઇમ માધ્યમથી મળેલી છે. ગતવર્ષ કરતા આ વર્ષે 246 કરોડ જેટલી વધુ આવક થઈ છે.જે ગત વર્ષ કરતા 49 કરોડ જેટલી વધુ છે.