એસજીવીપી ગુરુકુલ દ્રોણેશ્વર ખાતે પૂજ્ય સંતો તથા CM ના હસ્તે નિઃશુલ્ક કન્યા છાત્રાલયનો શિલાન્યાસ
૫૦૦ દીકરીઓ રહી શકે એવું અત્યાધુનિક છાત્રાલય નિર્માણ પામશે._ આગામી ૧૬ જાન્યુઆરી એ બપોરે ૩:૦૦ કલાકે એસજીવીપી ગુરુકુલ દ્રોણેશ્વર ખાતે પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામી તથા ગુજરાત ના મુખ્ય મંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ના હસ્તે અત્યાધુનિક સુવિધાઓ સાથેના કન્યા છાત્રાલયનો શિલાન્યાસ વિધિ કરવામાં આવશે. આ પ્રસંગે પૂજ્ય પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી તથા સંતો અને અનેક ઉદ્યોગપતિઓ, સમાજ શ્રેષ્ઠીઓ હાજર રહેશે. આ પ્રસંગે એસજીવીપી ગુરુકુલ આપ સૌને હાર્દિક નિમંત્રણ પાઠવે છે.સંસ્થાના આર્ષદ્રષ્ટા અધ્યક્ષ પૂજ્ય શ્રી માધવપ્રિયદાસજી સ્વામીના ઉમદા વિચાર નું પરિણામ એવું, સોરઠ પંથકમાં ગુરુકુલ દ્રોણેશ્વર એટલે બાળ પુષ્પને વિકસવા માટે નો ઉત્તમ બગીચો છે. જ્યાં સંસ્કૃતિ, સંસ્કાર, સદ્વિદ્યા નો અનેરો સંગમ છે. નિર્મળ પ્રાકૃતિક વાતાવરણ માં રહી બાળ માનસને અલગ ઉર્જા પ્રાપ્ત થાય છે. આવા રમણીય કેમ્પસમાં દિકરીઓ માટે સર્વશ્રેષ્ઠ અભ્યાસ સાથે સંસ્કારમય વાતાવરણ પ્રાપ્ત થાય છે.