- ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી
- વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે કમોસમી વરસાદ પડશે
- 2થી 5 જૂન રાજ્યના અલગ અલગ વિસ્તારમાં વરસાદ રહેશે
કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદનું સંકટ અને અંબાલાલ પટેલે આગાહી કરી છે. જેમાં ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી છે. તેમજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.
2થી 5 જૂન રાજ્યના અલગ અલગ વિસ્તારમાં વરસાદ રહેશે
2થી 5 જૂન રાજ્યના અલગ અલગ વિસ્તારમાં વરસાદ રહેશે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છમાં માવઠાની આગાહી છે. તથા સુરત, વલસાડ, નવસારી, દમણમાં વરસાદ રહેશે. તેમજ અરવલ્લી, મોડાસા, મહેસાણા, પાટણમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદનું સંકટ યથાવત છે. તેમાં ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે કમોસમી વરસાદની આગાહી
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં 2 જૂને બનાસકાંઠા સાબરકાંઠા કચ્છમાં માવઠાની આગાહી તથા 3 જૂને બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, વલસાડ, નવસારી, દમણ, દાદરાનાગર હવેલી, કચ્છમાં માવઠાની આગાહી છે. તેમજ 4 જૂને અરવલ્લી, મોડાસા, મહેસાણા, પાટણમાં કમોસમી વરસાદની આગાહી સાથે 5 જૂને બનાસકાંઠા પાટણ, મહેસાણા, સાબરકાંઠામાં માવઠાની આગાહી કરવામાં આવી છે.