- કરોડોનું આર્થિક નુકસાન પહોંચાડયું હોવાથી જામીન નહીં : કોર્ટ
- બોગસ કંપનીઓના નામે બિલિંગ કરી આઈટીસી મેળવવાનો કાંડ
- મોટા પાયે ઉચાપત કરી આરોપીઓએ ગુનાઈત કૃત્ય આચર્યું હતું
કરોડોના જીએસટી કૌભાંડમાં પકડાયેલા દર્શન કોઠારી અને અલઆરીજ ઉફ્ર્ આરીફ્ મોહમંદસફી મંસુરીએ કરેલી જામીન અરજી સેશન્સ કોર્ટે ફ્ગાવી દીધી છે. જીએસટી વિભાગના અધિકારીઓ દ્વારા કરાયેલ અન્વેષણના આધારે કેટલીક ડમી પેઢીઓના બોગસ બિલો બનાવી તેના આધારે સરકાર પાસેથી ખોટી રીતે ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવાના કૌભાંડનો આંક રૂ..1600 કરોડથી પણ વધુને આંબી ગયો છે અને હજુ આ આંકડો ઊંચો જવાની પૂરી શકયતા છે એ મતલબનો ખુલાસો શહેર ક્રાઇમ બ્રાંચ તરફ્થી કોર્ટમાં કર્યો હતો.
કરોડોના જીએસટી કૌભાંડમાં પકડાયેલા દર્શન યોગેશભાઇ કોઠારી અને અલઆરીજ ઉફ્ર્ આરીફ્ મોહમંદસફી મંસુરીએ રેગ્યુલર જામીન મેળવવા કોર્ટમાં અરજી કરી એવી રજૂઆત કરી હતી કે, ખોટી રીતે સંડોવી દેવામાં આવ્યા છે, કોર્ટ પાસે જામીન આપવાની સત્તા છે અને કોર્ટ જામીન આપે તો તમામ શરતોનું પાલન કરવા માટે તૈયાર છીએ જેથી જામીન પર મુક્ત કરવા જોઇએ. મુખ્ય સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, આરોપીઓએ એકબીજાના મેળાપીપણામાં ડમી પેઢી ઊભી કરવા એકબીજાની મદદ કરી મળતિયાઓના આધાર પુરાવાઓ પર જીએસટી નંબર મેળવ્યો હતો. કોઈપણ પ્રકારના ભૌતિક માલની હેરફર વગર ખોટા બિલો બનાવી આર્થિક ફયદો મેળવવા માટે ખોટી રીતે ઈનપૂટ ટેક્સ ક્રેડિટ લીધી તેમજ મળતિયાઓને પણ ઈનપૂટ ટેક્સ ક્રેડિટ અપાવી સરકારને આર્થિક નુકસાન પહોંચાડયું હતું. આ રીતે મોટા પાયે ઉચાપત કરી આરોપીઓએ ગુનાઈત કૃત્ય આચર્યું હતું. ઝડપાયેલા આરોપીએ 1.39 કરોડના બોગસ બિલો બનાવ્યાનો તપાસમાં ખુલાસો થયો છે, આ કૌભાંડ કરોડોનું હોવાનું પણ સામે આવ્યું છે, આ ગુનાની તપાસ હાલમાં પ્રાથમિક તબક્કામાં ચાલી રહેલ હોય તેમજ જી.એસ.ટી કચેરી તરફ્થી ઘણી બધી બોગસ પેઢીઓની માહિતી માંગવામાં આવેલ છે જે માહિતી આવવા ઉપર બાકી છે જે માહિતીમાં આરોપી વિરુદ્ધ ઘણા પુરાવાઓ મળે તેમ છે તેમજ ઘણા બધા સાહેદોની પૂછપરછ કરવાની બાકીમાં છે, આરોપીની ગુનામાં સક્રિય ભૂમિકા છે, સરકારને કરોડોનું આર્થિક નુકસાન થયું છે જામીન પર મુક્ત ન કરવો જોઇએ.