- મોબાઈલમાં વાત કરતા આધેડ પટકાયો
- મૃતક 55 વર્ષીય આધેડ ઉત્તર પ્રદેશનો વતની
- 11 દિવસ પેહલા સુરત રોજગારી માટે આવ્યા હતા
લોકો માટે મોબાઈલનો ઉપયોગ ક્યારેક જીવનું જોખમ બની જાય છે તેનો અહેસાસ પણ રહેતો નથી. મોબાઈલ પર વાત કરતાં સમયે પણ કાળજી રાખવાની જરૂર છે. આવી જ એક ચોંકવનારી ઘટના સુરતમાં બની છે જેમાં એક વ્યક્તિ મોબાઈલ ફોન પર વાત કરી રહ્યા હતા અને અચાનક ચોથા માળેથી નીચે પટકાયા અને મોત થયું હતું.
ઉધના ઉદ્યોગ નગર ખાતે નવનિર્મિત બિલ્ડિંગમાં કામ કરતા આધેડનું ચોથા માળેથી પટકાતાં મોત થયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, આધેડ વતન ઉત્તરપ્રદેશથી 10 દિવસ પહેલા જ સુરત રોજગારી અર્થે આવ્યા હતા. મૂળ ઉત્તરપ્રદેશના રાય બરેલીનાં 53 વર્ષીય શિવપ્રસાદ રામપાલ 10 દિવસ પહેલા રોજગારીને લઈને સુરત આવ્યા હતા.
શિવપ્રસાદ બિલ્ડિંગમાં ચોથા માળે ફોનમાં વાત કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક ચોથા માળેથી નીચે પટકાયા હતા. શિવ પ્રસાદ ચોથા માળેથી પટકાતાં સાથી કામદારો દોડી આવ્યા હતા. ત્યારબાદ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. જો કે, ફરજ પરના તબીબે શિવપ્રસાદને મૃત જાહેર કર્યા હતા. જેથી સાથી વતનવાસીઓમાં પણ શોકનો માહોલ છવાઇ ગયો હતો.
હાલ તો વતનવાસીઓ દ્વારા મૃતદેહને વતન ખસેડવાની તૈયારી કરવામાં આવી છે. શિવ પ્રસાદ 10 દિવસ પહેલા જ એકલા રોજગારી માટે સુરત આવ્યા હતા. શિવપ્રસાદનો પરિવાર વતનમાં જ રહે છે, તેને એક સંતાન પણ છે. શિવપ્રસાદનું મોત થતાં પરિવારમાં પણ શોકનો માહોલ સર્જાયો છે. શિવ પ્રસાદના મૃતદેહને વતન લઈ જવામાં આવશે.