- વિવાદો અને ચેલેન્જ વચ્ચે બાબા આવશે અમદાવાદ
- કાર્યક્રમમાં 1500 સ્વયંસેવકો અને 500 ખાનગી બાઉન્સર
- ચાણક્યપુરીના મેદાનમાં બંધાયો વિશાળ ડોમ
વિવાદો અને ચેલેન્જ વચ્ચે બાબા બાગેશ્વર અમદાવાદ આવશે. જેમાં બાબા બાગેશ્વરના દિવ્ય દરબારની તૈયારીઓ થઇ રહી છે. તેમાં ચાણક્યપુરીના મેદાનમાં વિશાળ ડોમ બંધાયો છે. તેમજ બાબા માટે આયોજકો એસીવાળો વિશાળ ડોમ બાંધી રહ્યાં છે.
ચાણક્યપુરીના મેદાનમાં વિશાળ ડોમ બંધાયો
ડોમમાં બાબા માટે સ્ટેજ તૈયાર કરાશે. સ્ટેજ પર પોલીસ અને બાબાના સેવકો જ ઉપસ્થિત રહેશે. તેમજ જનતા માટે પાર્કિંગ, પાણી અને પ્રસાદ માટે AMC સહકાર આપશે. જેમાં AMCની ટીમ દરબાર સ્થળ પર પહોંચી છે. તેમાં AMC બાબાના આગમન પહેલા જ સારા રોડ બનાવશે. જેમાં અમદાવાદમાં બાબા બાગેશ્વરના દિવ્ય દરબારની તૈયારી થઇ રહી છે. તેમાં ચાણક્યપુરીના મેદાનમાં વિશાળ ડોમ બંધાયો છે. તથા ડોમમાં ધીરેન્દ્ર શાસ્ત્રી માટે સ્ટેજ તૈયાર કરાશે.
ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમમાં 1500 સ્વયંસેવકો અને 500 ખાનગી બાઉન્સર
સ્ટેજ પર પોલીસ અને બાબાના સેવકો ઉપસ્થિત રહેશે. સુરત અને રાજકોટ ઉપરાંત ધીરેન્દ્ર શાસ્ત્રીનો અમદાવાદમાં દિવ્ય દરબાર ભરશે. ચાણક્યપુરીમાં ખુલ્લા મેદાનમાં મંડપ બાંધવાની શરૂઆત થઈ ગઈ છે. 29 અને 30 મે ના રોજ ચાણક્યપુરીમાં દરબાર ભરાશે. જ્યાં દરબાર ભરાવાનો છે તે સ્થળે આયોજકો પહોંચ્યા છે. ધીરેન્દ્ર શાસ્ત્રીને આપવામા આવનાર મકાન બહાર જ ડોમ બાંધવામાં આવી રહ્યો છે. ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમમાં 1500 સ્વયંસેવકો અને 500 ખાનગી બાઉન્સર રહેશે.
22 રૂમના બંગલાથી 100 મીટર અંતરે દરબારનું આયોજન
સાંજે 5 કલાકે દિવ્ય દરબાર ભરાશે. હથિયારધારી સિક્યોરિટી પણ રાખવામાં આવશે. મહિલા સિક્યોરિટી અને રજિસ્ટ્રેશનની પ્રક્રિયા હાલ કરવામાં આવી રહી છે. ધીરેન્દ્ર શાસ્ત્રીને ફાળવેલ 22 રૂમના બંગલાથી 100 મીટર અંતરે દરબારનું આયોજન કરવામાં આવશે.