Tuesday, December 24, 2024

REGISTRATION NUMBER.: RNI - GUJGUJ/2009/30934

કોઈ પણ પરીક્ષા વગર સુરત મહાનગરપાલિકામાં મેળવો નોકરી, વિવિધ પદો પર થઈ રહી છે ભરતી

Surat SMC Jobs Recruitment: સુરત મહાનગરપાલિકામાં વિવિધ પદો પર ભરતી માટેની પ્રક્રિયા બહાર પાડવામાં છે. આ ભરતીમાં અરજી કરવા  માંગતા ઉમેદવારોએ ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશે. આ માટેની નોટિફિકેશન 2 જુલાઇ 2023 એટલે કે કાલે જાહેર કરવામાં આવી છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 18 જુલાઇ 2023 છે. તમે આ ભરતીની તમામ અપડેટ્સ અને વિગતસર માહિતી મેળવવા માટે સત્તાવાર વેબસાઇટ https://www.suratmunicipal.gov.in/ ની મુલાકાત લઇ શકો છો.

કુલ ખાલી જગ્યાઓ

આ ભરતીમાં કુલ 78 ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે
એડીશનલ સીટી ઈજનેર – 3,ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર -1 ,કાર્યપાલક ઈજનેર – 3,ડેપ્યુટી ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર- 2,ડેપ્યુટી ઈજનેર – 4,એન્વાયરમેન્ટ એન્જીનીયર – 4,ડેપ્યુટી ટાઉન પ્લાનર- 3,આસિસ્ટન્ટ ઇન્સેક્ટીસાઈડ ઓફિસર – 7,મેઈન્ટેનન્સ આસિસ્ટન્ટ – 26,સબ ઓફિસર – 25 આ જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે.

Surat SMC Jobs: પસંદગી પ્રક્રિયા 

ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા પછી નક્કી કરેલી તારીખે ઇન્ટરવ્યૂ કરવામાં આવી શકે છે. ઉમેદવારની પસંદગી મેરીટ/લેખિત પરીક્ષા/સ્કિલ ટેસ્ટ અથવા અન્ય કોઈ પ્રક્રિયાના આધારે પણ થઇ શકે છે.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

આધારકાર્ડ, કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ, અભ્યાસની માર્કશીટ, અનુભવનું સર્ટિફિકેટ, એલ.સી, ડિગ્રી, ફોટો, સહી

આ રીતે કરો અરજી

સુરત મહાનગરપાલિકાની ઓફિસિયલ વેબસાઈટ https://www.suratmunicipal.gov.in/ પર જઈ જાઓ

Recruitment સેકશન પર ક્લિક કરીને રજીસ્ટ્રેશન કરી લો

હવે આઈડી પાસવર્ડ મદદથી Login કરો તથા તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.

હવે ઓનલાઇન ફોર્મમાં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સ્વસ્તિકસાપ્તાહિક/SNNews સાથે. 

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,906FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles