- 2019માં પાંચ માસમાં 2.88 લાખ સામે ચાલુ વર્ષે 3.51 લાખ અરજીઓ આવી
- પાસપોર્ટ માટેના ભારણને ઘટાડવા સેવા કેન્દ્રો, કાઉન્ટર્સ વધારાયા
- પાસપોર્ટ ઓફિસમાં સ્ટાફની ભરતી માટે ઉચ્ચ સ્તરે રજૂઆતો કરાઇ
આ વર્ષે નવા પાસપોર્ટ અને પાસપોર્ટ રિન્યુ કરાવવા માટેની અરજીઓમાં નોંધપાત્ર વધારો થયો છે. પાછલા વર્ષો કરતાં આ વર્ષે 9 લાખ પાસપોર્ટ માટેની અરજીઓ આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. ચાલુ વર્ષના માર્ચ અને મે માસમાં રાજ્યમાંથી પાસપોર્ટ માટેની 80 હજારથી પણ વધુ અરજીઓ આવી છે. જ્યારે મે માસમાં અત્યારસુધીના રેકોર્ડ બ્રેક સૌથી વધુ 92 હજારથી વધુ પાસપોર્ટ ઈસ્યુ કરવામાં આવી છે. પાસપોર્ટની અરજી માટે લાંબા વેઈટીંગને પહોંચી વળવા માટે પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કન્દ્રોને શનિવારે પણ ચાલુ રાખવામાં આવી રહ્યા છે. તેમજ વધતાં જતાં ભારણને પહોંચી વળવા માટે રીજિયોનલ પાસપોર્ટ ઓફિસ ખાતે પણ 3 કાઉન્ટરો શરૂ કરાયા છે. કોરોના પહેલાં 2019માં જાન્યુઆરીથી મે માસ સુધીમાં આવેલીઓ અરજીઓ કરતાં ચાલુ વર્ષમાં આવતી અરજીઓમાં 23 ટકાનો વધારો થયો છે. જરૂરીયાત કરતાં 40 ટકા ઓછા સ્ટાફ પાસપોર્ટની અરજીઓમાં સરેરાશ 23 ટકાનો વધારો થયો છે. જેને પહોંચી વળવા માટે રજાઓના દિવસોમાં પણ પાસપોર્ટ માટેની કામગીરી કરવામાં આવી રહી છે.
આ અંગે રિજનલ પાસપોર્ટ ઓફ્સિર રેન મિશ્રાએ જણાવ્યું હતું કે, હાલ પાસપોર્ટ એપ્લિકેશનની સંખ્યા વધી છે. કોરોનાકાળ પહેલાં આવતી અરજીઓ સામે હાલમાં આવતી અરજીઓમાં 23 ટકાનો વધારો થયો છે. માર્ચ મહિનામાં 83 હજાર અરજીઓ અને મે મહિનામાં 81 હજારથી વધુ અરજીઓ આવી છે. જ
પાસપોર્ટ ઓફિસમાં સ્ટાફની ભરતી માટે ઉચ્ચ સ્તરે રજૂઆતો કરાઇ
પાસપોર્ટ ઓફ્સિમાં કર્મચારીઓની અછત જોવા મળી રહી છે. રિજનલ પાસપોર્ટ ઓફ્સિના સૂત્રોના જણાવ્યા અનુસાર, જેટલા કર્મચારીઓ હોવા જોઈએ તેના કરતાં 40 ટકા કર્મચારીઓ ઓછા છે. જે કર્મચારીઓ છે તેમાંથી કેટલાક કર્મચારીઓ પાસપોર્ટ સેવા કેન્દ્રો અને પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્રોમાં ફરજ પર છે. જેના કારણે કચેરી ખાતે પાસપોર્ટ ક્લિયરન્સ માટે કર્મચારીઓની અછતને પગલે વેઈટીંગ અને પ્રોસેસમાં સમય લાગી રહ્યો છે. આ અંગે ઉચ્ચ સ્તરે પણ રજુઆત પણ કરાઈ છે અને થોડા મહિનાઓમાં વધુ કર્મચારીઓ પણ મુકાવાની માહિતી જાણવા મળી છે. જેથી વધતાં જતાં વેઈટીંગ સમયને સહેલાઈથી ઓછુ કરી શકાશે.