- બાકી લેણાં વસૂલવા મ્યુનિ.ના કડક પગલાં
- રૂ. 11.98 લાખનો ટેક્સ ન ભરતાં પ્રોપ્રટી ટેક્સ વિભાગની કાર્યવાહી
- મિલકતોનો રેવન્યુ રેકોર્ડમાં બીજી નોંધાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી
AMC પ્રોપ્રટી ટેક્સ વિભાગ દ્વારા એલિસબ્રિજ વિસ્તારમાં ગાંધીગ્રામ રેલવે સ્ટેશન પાસે આવેલા રત્નમણી કોમ્પ્લેક્સમાં પારીજાત મધુવન એસોસિએશનનો રૂ. 11.98 લાખનો ટેક્સ ભરવામાં ન આવતાં તેના પર રેવન્યુ રેકોર્ડમાં બોજો નોંધાવવાની કાર્યવાહી કરવામાં આવી છે. પ્રોપર્ટી ટેક્સ ભરપાઈ ન થાય ત્યાં સુધી આ પ્રોપર્ટી વેચી શકશે નહીં. મોટી રકમના બાકીદારોને વારંવાર નોટિસ આપવા ચતાં ટેક્સ નહીં ભરવા બદલ હવે AMC દ્વારા જે તે મિલકત ધારકની મિલકતની હરાજી અને બોજો પાડવાની કાર્યવાહી કરવામાં આવી છે.
અગાઉ, AMC ટેક્સ વિભાગ દ્વારા સેટેલાઈટ વિસ્તારમાં બંધન પાર્ટી પ્લોટ, નવરંગપુરા વિસ્તારમાં ચોઈસ રેસ્ટોરન્ટ સામે આવેલી હોટલ હાઈલેન્ડ વસ્ત્રાલ રીંગ રોડ પર આવેલી ચાણક્ય બિલ્ડકોન પ્રા. લિમિટેડની હોટલ તક્ષશિલાની ત્રણ જેટલી મિલકતોનો રેવન્યુ રેકોર્ડમાં બીજી નોંધાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી. કુલ પાંચ મિલકતોમાં કરાવવામાં આવી છે.