- વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશનથી વરસાદની આગાહી
- અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદની સંભાવના
- પવનની ગતિ 30થી 50 કિમી પ્રતિ કલાકની રહેશે
ગુજરાત રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. જેમાં 24 કલાક કમોસમી વરસાદની આગાહી છે. તેમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશનથી વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદની સંભાવના છે.
ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની સંભાવના
ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે. તથા સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ વરસાદ પડી શકે છે. તથા પવનની ગતિ 30થી 50 કિમી પ્રતિ કલાકની રહેશે. તેમજ રાજ્યમાં વરસાદી માહોલથી તાપમાન ઘટ્યું છે. તથા 3 દિવસમાં તાપમાન 6 થી 7 ડિગ્રી ઘટ્યું છે. તેમજ અમદાવાદમાં તાપમાન 36.1 ડિગ્રી નોંધાયું છે. ગાંધીનગરમાં 35.1 ડિગ્રી, ડીસામાં 36 ડિગ્રી સાથે વડોદરામાં 37.4 ડિગ્રી, સુરતમાં 36.8 ડિગ્રી તાપમાન રહ્યું છે.
કચ્છના અંજારમાં સૌથી વધુ 1.61 ઇંચ વરસાદ પડ્યો
વલસાડમાં 35.5 ડિગ્રી, ભાવનગરમાં 37.2 ડિગ્રી સાથે પોરબંદરમાં 34.6, મહુવામાં 36.8 ડિગ્રી તેમજ અમરેલીમાં 41.0 ડિગ્રી, રાજકોટમાં 41.3 ડિગ્રી તાપમાન સાથે આજે વાદળ છાયુ વાતાવરણ જોવા મળ્યું છે. રાજ્યમાં ગઇકાલ સાંજે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડતાં અનેક જગ્યાએ નુકસાનના અહેવાલ મળ્યાં હતા. રાજ્યમાં ગઇકાલ સાંજે પડેલા વરસાદી આંકડા પર નજર કરીએ તો સવારે 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધીમાં 28 તાલુકામાં વરસાદ પડ્યો હતો. કચ્છના અંજારમાં સૌથી વધુ 1.61 ઇંચ વરસાદ પડ્યો તો રાજકોટના ધોરાજી અને ભાવનગરના પાલીતાણા 1.35 ઇંચ વરસાદ પડ્યો હતો. ભાવનગરના સિંહોરમાં 1.15 ઇંચ વરસાદ વરસ્યો હતો. અમદાવાદમાં પણ ગઇકાલે સાંજે વાતાવરણમાં પલટો આવવાની સાથે ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો.