- સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાવાઝોડાની સૌથી વધુ અસર
- 13 થી 15 જૂન સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ
- કચ્છ, પોરબંદર, મોરબીમાં અતિભારે વરસાદની આગાહી
બિપોરજોય વાવાઝોડાનો ગુજરાત પર ખતરો વધ્યો છે. જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાવાઝોડાની સૌથી વધુ અસર થવાની છે. 13 થી 15 જૂન સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ આવશે. તથા કચ્છ, પોરબંદર, મોરબીમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
પોરબંદર, નલિયા, ગાંધીધામ, જામનગરમાં પણ વરસાદની સંભાવના
પોરબંદર, નલિયા, ગાંધીધામ, જામનગરમાં પણ વરસાદની સંભાવના છે. તેમજ ગીર સોમનાથ, દિવમાં પણ અતિભારે વરસાદની શક્યતા છે. દરિયાકાંઠામાં પવનની ઝડપ 150 કિમી રહેવાની સંભાવના છે. તેમજ વાવાઝોડુ નલિયાથી 480 કિમી દૂર છે. એક્સ્ટ્રીમલી સિવિયર સાઇકલોનિક સ્ટ્રોમમાં આગળ વધ્યુ છે. જેમાં 13 થી 15 જૂન સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં અસર રહેશે. તથા દ્વારકાથી 390 કિમિ દૂર, નલિયાથી 480 કિમિ દૂર તથા પોરબંદરથી 360 કિમિ દૂર વાવાઝોડુ છે.
કોસ્ટગાર્ડના 2 હેલિકોપ્ટરનું દરિયામાં નિરીક્ષણ શરૂ
વાવાઝોડાના સંકટને જોતા રાહત અને બચાવ કામગીરી શરુ કરવામાં આવી છે. સુરતમાં દરિયાકાંઠાના ગામડામાં રહેતા લોકોને એલર્ટ કરાયા છે. તેમાં 42 ગામ માટે શેલ્ટર હોમ તૈયાર કરવામાં આવ્યા છે. તેમજ નવસારીના કાંઠા વિસ્તારના 16 ગામને એલર્ટ કરાયા છે. સાથે ડ રાજકોટ અને સૌરાષ્ટ્ર ઝોનના અધિકારીઓની રજા કેન્સલ કરાઈ છે. તથા રાજકોટમાં AIIMSની ટીમને સજ્જ રહેવા આદેશ આપવામાં આવ્યા છે. હેલ્થ ઈમરજન્સીની ટીમ દવાઓ સાથે સજ્જ રહેશે. તથા કોસ્ટગાર્ડના 2 હેલિકોપ્ટરનું દરિયામાં નિરીક્ષણ શરૂ થયુ છે.