- વર્દી પહેરીને વીડિયો, રિલ્સ બનાવવા પર પ્રતિબંધ
- દરેક પોલીસકર્મીએ નિયમોનું પાલન કરવાનું રહેશે
- પોલીસ અધિકારી કે કર્મચારી પર નિવેદન ન કરવા આદેશ
પોલીસકર્મીઓ માટે સોશિયલ મીડિયા પોલિસી જાહેર કરવામાં આવી છે. જેમાં વર્દી પહેરીને વીડિયો, રિલ્સ બનાવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેમજ દરેક પોલીસકર્મીએ નિયમોનું પાલન કરવાનું રહેશે. તથા પોલીસ અધિકારી કે કર્મચારી પર નિવેદન ન કરવા આદેશ આપવામાં આવ્યો છે.
સોશિયલ મીડિયાના ઉપયોગ માટે આચાર સહિતા
રાજ્ય પોલીસના અધિકારી કર્મચારીઓ માટે સોશિયલ મીડિયા ઉપયોગ માટેની પોલિસી જાહેર થઈ છે. જેમાં પોલીસ અધિકારી કર્મચારીઓ વર્દી પહેરીને રિલ્સ, વિડિયો કે અન્ય કોઈ પ્રવૃત્તિ સોશિયલ મીડિયામાં કરવા પર પ્રતિબંધ છે. તથા પોલીસે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતી આચાર સહિતા બહાર પાડવામાં આવી છે. તેમાં સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર પોલીસ અધિકારી કે કર્મચારી સરકારની વિરુદ્ધ કોઈ ટીકા ટિપ્પણી કરી શકશે નહી.
જાણો શું છે નવા નિયમો;
પોલીસે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા આચાર સંહિતાનું ધ્યાન રાખવું પડશે. તથા અગાઉ બહાર પાડેલી આચાર સહિતામાં સમય સાથે ફેરફાર કરાયા છે. રાજ્ય પોલીસના અધિકારી-કર્મચારીઓ માટે પોલિસી જાહેર કરવામાં આવી છે. તેમાં વર્ધી પહેરીને રીલ્સ, વીડિયો કે અન્ય કોઈ પ્રવૃત્તિ કરવા પ્રતિબંધ છે. તેમજ સોશિયલ મીડિયામાં પોલીસ કર્મચારી સરકાર વિરુદ્ધ ટીકા કે ટિપ્પણી કરી શકશે નહીં. કારણ કે તાજેતરમાં પોલીસ કર્મીઓ સોશિયલ મીડિયોનો બેફામ ઉપયોગ કરતા હતા. તેથી નવી આચાર સહિતા બહાર પાડવાની પોલીસ વિભાગને ફરજ પડી છે.